Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ભાલકા તીર્થમાં આહિર સમાજની ૪૬૦૦ વાહનો સાથેની રેલીએ વિક્રમ સર્જયો વર્લ્ડબુક ઓફ રેકોર્ડમાં સ્‍થાન મળ્યું

ભાલકા : ભાલકા તિર્થમાં શ્રધ્ધાનો મહાસાગર લહેરાયો હતો અને આ મહાસાગરમાં એક વિશ્વવિક્રમનું પીંછુ ઉમેરાતા તેની શોભા ઔર વધી ગઈ હતી. સૌથી વધુ વાહનો સાથે સૌથી વધુ લાંબી રેલી યોજીને આહિર સમાજે એક નવો જ વિશ્વવિક્રમ સ્થાપ્યો છે.

    આહિર સમાજે વિશ્વ વિક્રમ સર્જયો

    દ્વારકાથી ભાલકા સુધી નિકળી યાત્રા

    4600 વાહનો સાથે નિકળી યાત્રા

આહિર સમાજે હાલમાં જ એક વિશ્વવિક્રમ સર્જયો છે. માન્યમાં ન આવે પણ દ્વારકાથી ભાલકા સુધી સૌથી વધુ વાહનો સાથેની યાત્રા કરી છે. આહિર સમાજ દ્રારા દ્રારકાથી ભાલકા 310 કીમીની યાત્રા કરવામાં આવી હતી. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં વિશ્વની સૌથી લાંબી રેલીમાં આ યાત્રાને સ્થાન મળ્યુ છે.

આહિર સમાજે યાત્રા કરીને વિશ્વ વિક્રમ સર્જયો

દ્વારકાથી ભાલકા સુધી યાત્રા કાઢીને રેકોર્ડ સર્જયો છે. કુલ 4600 વાહન સાથેની યાત્રાથી વિશ્વમાં સોથી લાંબી રેલીમાં પોતાનું નામ નોંધાવ્યુ છે. આ રેલીમાં 1198 કાર, 3811 બાઈક હતા જેમાં નાના મોટા અને વડીલોએ પણ ભાગ લીધો હતો.

ભાલકા તિર્થમાં સુવર્ણ ધજા મહોત્સવ નિમિતે હતી રેલી

વર્લ્ડ બુક ઓફ રોકોર્ડમાં વિશ્વની લાંબી રેલીનું સ્થાન અપાયું તે રેલી ભાલકા તિર્થમાં સુવર્ણ ધજા મહોત્સવ નિમિતે હતી. આહિર સમાજ દ્વારા દ્વારકાથી ભાલકા સુધીની યાત્રા યોજાઈ હતી. દ્વરકાથી ભાલકા 310 કિ.મી છે. આહિર સમાજ 310 કિમીની મુસાફરી કરીને ભાલકા પહોંતચ્યો હતો.

(1:16 pm IST)