Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

વાંકાનેર ગર્લ્સ હાઇસ્કૂલની બાળાઓ આવારા તત્વોના ત્રાસથી પરેશાન: પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું

સ્કૂલની આસપાસ અને રસ્તાઓમાં આવારા લુખ્ખા તત્વો વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરે છે

 

વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલની બાળાઓએ શાળાએથી વાંકાનેર સીટી પોલીસ મથક સુધી પગપાળા જઇ પોલીસ અધિકારીઓને રૂબરૂ રજૂઆત કરેલ કે વિદ્યાર્થીનીઓને ઘરેથી સ્કૂલે આવવાના અને ઘરે જવાના સમયે સ્કૂલની આસપાસ અને રસ્તાઓમાં આવારા લુખ્ખા તત્વો વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરી રહ્યા છે અને આવા આવારા લુખ્ખા તત્વોનાં ત્રાસના લીધે શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ તાજેતરમાં આત્મહત્યા કરેલ છે જેના આરોપીઓ સાથે કડકમાં કડક કાર્યવાહી કરી સમાજમાં અન્ય બીજી કોઇ બહેન દીકરીઓને કોઇ આવારા તત્વો હેરાન કરે તેવો દાખલો બેસાડવો.

  આવેદનમાં જણાવ્યા મુજબ શાળાએ આવતી બાળાઓને શાળાએ આવવું પણ મુશ્કેલ થઈ ગયેલ છે શાળામાં શહેર ઉપરાંત ગામડાઓમાંથી પણ મોટાભાગની ગરીબ ઘરની વિદ્યાર્થીનીઓ આવતી હોય છે પરંતુ આવા આવારા અને લુખ્ખા તત્વોને કારણે બાળાઓ પોતાનો અભ્યાસ અડધેથી છોડી દે છે આવી મુશ્કેલીઓના કારણે બાળાઓ શાળાએ ભણવા માટે આવી શકતી નથી અને વારંવાર અઘટીત ઘટનાઓનો શિકાર બાળાઓ થાય છે માટે શાળા પાસે પોલીસ કોસટેબલનો બંદોબસ્ત ગોઠવવા રજૂઆત કરેલ.

જે અંગે વાંકાનેર સીટી પીઆઇ એચ.એન. રાઠોડ અને પીએસઆઇ પી.સી. મોલીયા વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓને આશ્વાસન આપી તેમની રજૂઆતો શાંતિથી સાંભળી તાત્કાલિક ધોરણે સ્કૂલ છુટવાના સમયે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવાનો અને અન્ય કોઈપણ મુશ્કેલીના સંજોગોમાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ અને કહેલ કે આવા આવારા તત્વો જો સ્કૂલ કે કોલેજની આસપાસમાં મળી આવશે તો કડક હાથે કામ લેવાની બાહેંધરી આપેલ હતી

(12:45 am IST)