Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

મોરબી આરટીઓ કચેરીમાં લાયસન્સના કામો માટે ત્રણ મહિના સુધીનું લાંબુ વેઈટીગ લીસ્ટ

કચેરીમાં નંબર પ્લેટ, પીયુસી જેવા કામો માટે વાહનચાલકો પરેશાની

 

મોરબીને જીલ્લાનો દરજ્જો આપ્યા બાદ મોરબીને આરટીઓ કચેરી પણ ફાળવી દેવામાં આવી છે જોકે  મોરબી જીલ્લાના વાહનચાલકોને રાહત મળી નથી સરકારે ટ્રાફિકના જે નવા નિયમો લાગુ કર્યા છે જેથી કચેરીએ કામનું ભારણ વધ્યું છે અને અરજદારોના કામો થઇ સકતા નથી.

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે મોરબી આરટીઓ કચેરી પાસે તા. ૦૬-૦૧-૨૦૨૦ સુધી લાયસન્સ રીન્યુ કરવવા કે નવા માટે પેન્ડીંગ નામ છે તે ઉપરાંત અવારનવાર કોમ્પ્યુટર એરર આવે છે અને અરજદારોને ધક્કા ખાવા પડે છે ટ્રાફિક કાયદો આવતા પ્રજા દુખી થઇ છે અને લાયસન્સ માટે લાંબી લાઈન લાગે છે પરંતુ લાયસન્સ જેવા કામો સમયસર થતા નથી વિદ્યાર્થી, નોકરિયાત સહિતના સૌ કોઈ દુખી છે કચેરીમાં નંબર પ્લેટ, પીયુસી જેવા કામો માટે વાહનચાલકો પરેશાની નો સામનો કરતા હોય છે પીયુસીના ભાવ વધારે લેવાતા હોવાની રાવ જોવા મળે છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ મુલાકાત લે તેવી માંગ ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે

(12:43 am IST)