Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

માંગરોળના શીલ ગામે ત્રણ બાળાઓએ ગરબામાં હાથમાં જીવતા સાપ લેવો ભારે પડ્યો વન વિભાગે ગુન્હો નોંધ્યો

આયોજક નિલેશ જોષી,સ્નેક કેચર જુમા જમાલ સાતી અને ત્રણ બાળા સામે કાર્યવાહી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનાં શીલ ગામે 'મોગલ છેડતા કાળો નાગ' ગરબા પર 3 બાળાઓના હાથમાં જીવતા સાપ અપાયા હતા. જેને પગલે આરએફઓ જે. એસ. ભેડાએ ફરીયાદી બની વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં તેણે ગરબાનાં આયોજક નિલેશ જોષી, બાળાઓને સાપ પકડતાં શીખવનાર સ્નેક કેચર જુમા જમાલ સાતી અને ગરબામાં સાપ પકડીને ઉભેલી 3 બાળાઓ સામે કાર્યવાહી કરી હતી

  . ઝેરી સાપ કરડે નહીં માટે તેના બે દાંત તોડી નાંખવામાં આવ્યા હોવાનું વનવિભાગની પ્રાથમિક તપાસમાં ખુલ્યાનું આરએફઓ ભેડાએ જણાવ્યું હતું.

  વનવિભાગે આયોજક અને સ્નેક કેચરને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જામીન પર મુક્ત કર્યાં હતા. જ્યારે 1 બાળાને જુવેનાઈલ કોર્ટમાં મોકલી 2 બાળાઓને દંડ ફટકાર્યો હતો.

(11:11 pm IST)