Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

ધોરાજીમાં લગ્ન કરવા માટે પરેશાન કરતી યુવતિથી કંટાળીને પરિણીત પટેલ યુવકનો આઘાત

ધોરાજી તા ૧૩: ધોરાજીમાં પટેલ પરણીત યુવાન ને અન્ય યુવતી છેલ્લા બે માસથી પરેશાન કરતા અને લગ્ન કરવાની ફરજ પાડતા અંત ેપટેલ યુવાને ઝેરી દવા પી લઇ મોત વ્હાલુ કરી લેતા અંતે પરણીત યુવાનની પત્નીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં યુવતી વિરૂધ્ધ ફરીયાદ કરતા ધોરાજી પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૬ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.

પીપરવાડી વિસ્તારમાં રહેતા અનીલભાઇભીખાભાઇ બાલયા ઉ.વ. ૩૫ એ ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં પ્રથમ ધોરાજી ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જતા સારવાર દરમ્યાન મોત નિપજેલ.

જે બનાવ અંગે મરણ જનાર અનીલ ભીખાભાઇ બાલયા ના ધર્મ પત્ની ઇલાબેન એ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ લખાવેલ કે તેના પતિ અનિલ ભીખાભાઇ બાલયા એ તેના પત્ની ને કહેલ કે ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં રહેતી મનીષા બાબુભાઇ બાલયા બહુ હેરાન કશે છે અને મારી સાથે લગ્ન કરવાની માગણી કરે  છે છેલ્લા બે મહીનાથી હેરાન કરે છે. જે અંગ ેતેના પતિ એ કંટાળી જઇ સેલફોસ પાવડરની ઝેરી દવા પી લેતા મોત નિપજેલ છે.

તા. ૫/૧૦/૨૦૧૮ સવારે ૧૨.૩૦ કલાક આસપાસ મારા પતિ અનીલભાઇ ભીખાભાઇ બાલયા એ ઝેરી દવા પી ને આવી મને જણાવેલ કે મનિષા બાબુલાલ બાલયા મને બહુ હેરાન કરે છે એટલે મે સેલ ફોસ ઝેરી દવાની આખી પડીકી પી લીધેલ છે અને જેનું મોબાઇલમાં વિડીયો રેકોર્ડીગ છે એમ કરી બેભાન થઇ જતા તાત્કાલીક ધોરાજી ખાનગી હોસ્પીટલમાં ખસેડેલ ત્યાં થી વધુ સારવાર અર્તે રાજકોટ ખસેડેલ જયાં સારવાર દરમ્યાન મોત નિપજેલ.

જે બાબતે મરણ જનાર ના પત્ની ઇલાબેન અનીલભાઇ એ ફરીયાદમાં જણાવેલ કે કુંભારવાડામાં રહેતી મનીષા બાબુલાલ બાલયા તેના પતિને હેરાન કરેલ અને લગ્ન કરવા દબાણ લાવેલ બંનેે એક અટકના હોય ભાઇ-બહેન કહેવાય અને તેને સમજાવવા ીતા માનતી નથી. અને છેલ્લા બે માસથી તેના પતિ હેરાન થતા રેતા અનએ તેના પતિ પાછળ યુવતી પડી ગયેલ હતી. અને લગ્નની માગણી કરતી હતી જેથી ફરી.ના પતિને મનીષ  બુલાલ આલયા માનસીક ત્રાસ આપી મરવા મજબુર કરેલ હોય જેથી ફરી. ના પતિ એ ઝેરી દવા પી લેતા મોત નિપજેલ હતું.

ઉપરોકત બનાવ બાદ ધોરાજી પોલીસે સમાવાળા આરોપી મનીષા બાબુલાલ બાલયા રહે. કુંભારવાડા વિરૂધ્ધ આઇપીસી કલમ  ૩૦૬ હેઠળ ગુન્હો નોંધી તપાસ પી.આઇ. એમ.વી. ઝાલા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી. મોણપરા એ તપાસ હાથ ધરેલ છે.

મરણજનાર અનીલ ભીખાભાઇ બાલયા ને સંતાન છે જેેમાં એક ૧૧ વર્ષની પુત્રી અનેે એક ૬ વર્ષની પુત્રી એમ બે પુત્રીઓ છે. અને યુવાન ખાનગી હોસ્પીટલમાં રૂા ૮૦૦૦/- પગારમાં નોકરી કરતો હતો. અને ઝેરી દવા પીતા રહેલા પોતાના મોબાઇલમાં ૩ વિડીયો ઉતારેલ જેમાં તેને અન્ય યુવતી ત્રાસ આપતી હતી જે વિડીયો વાયરલ કરી બાદ ઝેરી દવા પીધેલ હતી. મરણજનાર અનીલ બાલયા નો વિડીયો ધોરાજી શહેરમાં વાયરલ થતા શહેરમાં ભારે ચર્ચા ફેલાઇ હતી. (૩.૩)

 

(12:02 pm IST)
  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST

  • છેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST