Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

દરેક જી.આઇ.ડી.સી. ફેસ-૩ માંથી ડૂપ્લીકેટ બાગબાન -૧૩૮ તમાકુ બનાવવાની ફેકટરી પકડી પાડતી જામનગર એલ.સી.બી પોલીસ

જામનગર, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંધલનાઓની સૂચના તથા એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી આર.એ.ડોડીયાના માર્ગદર્શન મુજબ જામનગર શહેર વિસ્તારમાં એલ.સી.બી.ના પો.સ.ઇ. શ્રી વી.વી.વાગડીયા તથા શ્રી કે.કે.ગોહીલ તથા શ્રી આર.બી. ગોજીયા નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન દરેક જી.આઇ.ડી.સી. ફેસ-૩ મા પ્લોટ ન઼. ૪૪૮૦ મા જે.સી.ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનુ ધરાવતા મહેશ પરસોતમભાઇ ગલાણી, રહે. જામનગર વાળા પોતાના બ્રાસપાર્ટના કારખાનામાં બાગબાન નં. ૧૩૮ નામની ડુપ્લીકેટ તમાકુ બનાવી મશીનમાં પડીકી સીલબંધ કરી પાઉચમા પડીકીઓ ભરી આ તમાકુ બજારમા વેચાણ કરે છે તેવી હકીકત   એલ.સી.બી.સ્ટાફ બશીરભાઇ મલેક તથા ખીમભાઇ ભોચીથા તથા નિર્મળસિંહ બી. જાડેજા ને મળેલ હોય જે હકીકત આધારે રેઇડ કરતા આરોપીઓ (૧) મહેશ પરસોતમભાઇ ભીમાભાઇ ગલાણી,  રહે. ગ્રીનસીટી પ્લોટ નં.ર૪૮ રણજીતસાગર રોડ જામનગર (ર) દિનેશ કાંતીભાઇ તારપરા પટેલ, રહે.  ગ્રીનસીટી પ્લોટ નં.ર૪૮ રણજીતસાગર રોડ જામનગર વાળાને પકડી પાડી તેમના કબજામાંથી બાગબાન-૧૩૮ તમાકુ બનાવવા માટેનુ પેકીંગ મશીન, વેકયુમ મશીન, બાગબાન ૧૩૮ નુ ડુપ્લીકેટ પડીકીઓ, પાઉચો મળી આવતા નીચેની વિગતે કબ્જે કરી મજકૂર વિરુધ્ધ એ.એસ.આઇ. વશરામભાઇ આહીરે નાઓએ ફરિયાદ આપી પો.સ.ઇ.શ્રી આર.બી. ગોજીયા એ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આ કામના આરોપીઓ બાગબાન કંપનીના પ્લાસ્ટીકની બનાવટના પેકેટો દિલ્હી તેમજ અલગ અલગ મુકામે તૈયાર કરી છુટક તમાકુ ખરીદી કરી બાગબાન કંપનીના તમામકુના ટ્રેડમાર્કાઓ, ખોટી નિશાનીઓ લગાવી વેચાણ કરતા હોવાનું તપાસમૉ ખુલવા પામેલ છે.

(10:29 pm IST)