Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

કચ્છ જિલ્લામાં અછત અન્વયે લાભાર્થી ખેડુતોની ૨૫ કરોડની પાકવીમા સહાય અપાશે

કોટડા (ચ) ખાતે કૃષિમેળા અતે પાક પરિસંવાદમાં મંત્રીશ્રી આહિરની જાહેરાત

ભુજ, તા.૧૩:  આત્મા અને ખેડૂત તાલીમ કેન્દ્ર, ભુજ દ્વારા આયોજિત કૃષિ મેળો વ પાક પરિસંવાદને મહાનુભાવો સાથે ખુલ્લો મૂકતાં રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જિલ્લામાં ૧૦ હજાર ઉપરાંત પાક વીમાના લાભાર્થી જેટલા ખેડૂતોને પ્રથમ તબકકે આગામી થોડા દિવસોમાં અંદાજે ૨૫ કરોડની પાક વીમાની સહાય ચૂકવી દેવાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે તેવું જણાવતાં ક્રમશ તમામે તમામ લાભાર્થી ખેડૂતોને પાક વીમા સહાય ચૂકવવા રાજય સરકાર દ્ઢ નિશ્ચય છે તેવો રણટંકાર કરતાં ઉપસ્થિત કિશાન ભાઇ-બહેનોએ હર્ષોલ્લાસથી તેમને વધાવી લીધા હતા.

તેમણે દેશના દિર્ધદષ્ટા પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગત ૨૦૦૫થી આરંભાયેલ કૃષિ મહોત્સવો દ્વારા રાજયમાં કૃષિ, બાગાયત પેદાશોની આવક હવે રૂ.૧.૨૯ હજાર કરોડની શિખરત્ત્।મ થઇ છે તેમાં રાજયના કોઠાસૂઝ વાળા, મહેનતકશ અને આધુનિકત્ત્।મ વિચાર ધારાને વરેલા ખેડૂતોનું પાયાનું યોગદાન છે તેનો ઋણ સ્વીકાર કરતાં તેમની સંવેદનશીલ સરકાર દ્વારા લેવાય રહેલ ખેડૂતલક્ષી આયોજનોની આછેરી વિગત પાઠવી હતી.

આ તકે તેમણે કચ્છી કિશાનો દ્વારા કચ્છી કેસર હોય કે લીલો મેવો એવી ખારેક, દાડમ, ખાધા જીરું, કપાસની ખેતી સમેતની ખેત, બાગાયતની સિધ્ધિઓને નોંધપાત્ર ગણાવતાં ડ્રિપ-સ્પ્રીંકલર સીસ્ટમ અપનાવીએ. પાણીનો વ્યય નિવારવા ભાવભીની અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી નિયતીબેન પોકાર, રાજકોટ પ્રાદેશિક સંયુકત ખેતી નિયામકશ્રી એસ.કે.જોષી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શિહોરા, જિલ્લા નાયબ બાગાયત શ્રી મોઢે ખેત પેદાશોના વાજબીભાવો માટે કૃષિકારો સંગઠ્ઠીત થાય, કૃષિ સંશોધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરે, આધુનિક ખેતીનો વ્યાપ વધારે તેને સમયનો તકાજો ગણાવતાં કચ્છી ખેડૂતો દ્વારા વિષમ પરિસ્થિતિઓમાં પણ સાહસવૃતિ, નવી પહેલને જાળવી રાખી છે તે માટે અભિનંદનોની વર્ષા કરી હતી.

આ પ્રસંગે કૃષિતજજ્ઞ ડો.નાકરાણી, તથા અન્ય તજજ્ઞો વગેરેએ તેમના કિંમતી સંશોધનાત્મક અનુભવો કૃષિકારો સમક્ષ મૂકતાં બદલાતા સમયની સાથે તાલમેલ મેળવવા આહવાન કર્યુ હતું.

રાજયમંત્રી આહિર તેમજ મહાનુભાવો દ્વારા લાભાર્થી ખેડૂતોને ધિરાણની સબસીડીના ચેકોનું પ્રતિકાત્મક  વિતરણ કરાયું હતું. તેમજ તરૂવર રોપાઓ આપી વૃક્ષારોપણ, જતન માટે શપથબધ્ધ કરાયા હતા.

પ્રારંભમાં શાબ્દિક આવકાર પ્રસંગ પરિચય નાયબ ખેતી નિયામકશ્રી વાઘેલાએ પાઠવ્યો હતો તો મંત્રીશ્રી મહેમાનોનું શાલ, પુષ્પે સ્વાગત કોટડા (આ) સરપંચશ્રી શંભુભાઇ રબારી, કોટડા (ઉ) સરપંચશ્રી નરશીં ભગત, હિંમતભાઇ માકાણી, દશરથભાઇ માકાણી, મનજીભાઇ આહિર, હર્ષદભાઇ પટેલ, કિર્તીભાઇ પટેલ, તથા ખેતીવાડી અધિકારીગણે કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવા કૃષિકારશ્રી પટેલ અને આભારવિધિ ખેતીવાડીશ્રી એન.એ.ચૌધરીએ કરી હતી.(૨૨.૩)

(4:14 pm IST)