Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

કુતિયાણામાં ટ્રાવેલ્સની ઓફિસમાં તોડફોડ કરીને ધોકા અને પાઈપ વડે હુમલો

પોરબંદર, તા. ૧૩ :. કુતિયાણામાં એસટી બસ સ્ટેશન પાસે સમય ટ્રાવેલ્સની ઓફિસમાં આરોપીઓ અનીષ સતાર તથા હાલ કુતિયાણા અને ભૂલ રાજકોટના ભોલા ગામેતી બેઝબોલના ધોકા અને પાઈપ સાથે ઘુસી જઈને ઓફિસમાં તોડફોડ કરીને નુકસાન તથા સોહીલ અબાદાદા ઝેરી ઉપર હુમલો કરી ઈજા કર્યાની ફરીયાદ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

કુતિયાણાના સોહીલ અબાદાદાએ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે આરોપી અનીષ સમાજની બહાર હોય તેનુ જૂનુ મનદુઃખ રાખીને ભોલા સાથે મળી એકબીજાને મદદગારી કરી ઓફિસમાં તોડફોડ તથા હુમલો કરી ઈજા કરી હતી.(૨-૧૧)

(4:12 pm IST)