Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજ પોરબંદર જિલ્લા મહિલા પ્રમુખપદે ક્રિષ્નાબેન ઠાકરની નિમણુક

પોરબંદર તા. ૧૩ :... સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર જીલ્લાના મહીલા પ્રમુખની ચૂંટણી યોજવામાં આવેલ પોરબંદરમાં નીરીક્ષક અમરેલી, કોડીનાર, જૂનાગઢથી   પધારેલા અને ક્રિષ્નાબેન ઠાકરની મહીલા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.

પોરબંદરમાં બ્રહ્મ સમાજના મહીલા અગ્રણી તરીકે દરેકના કામ કરતા વહીવટી તંત્ર પાસેથી સ્વમાન જોર કામ કરાવતા મહીલાઓ માટે અનેક પ્રોગ્રામ કરશે એમની કામગીરી ને ધ્યાને રાખી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ છે.

કુતીયાણા-રાણાવાવ, છાંયા, પોરબંદર ની મહિલા પાંખની રચના ક્રિષ્નાબેન ઠાકરની આગેવાનીમાં થશે. ક્રિષ્નાબેન દ્વારા મહીલા જાગૃતિ  અભિયાન ચલાવશે. ક્રિષ્નાબેન ઠાકરને નિમણુંક માટે શુભેચ્છા મળી રહી છે. (પ-૧૦)

(12:16 pm IST)