Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ગોંડલના કમઢીયામાં બાઇકે ઠોકર મારતા ૬ વર્ષના હાર્દિકને ફ્રેકચર

રાજકોટ તા.૧૩: ગોંડલના કમઢીયા ગામમાં ઘર પાસે રમતા છ વર્ષના બાળકને બાઇક ચાલકે ઠોકર મારતા ઇજા થતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કમઢીયા ગામમાં રહેતા ચંદુભાઇ મગનભાઇ મકવાણા (ઉ.વ.૩૦) નો છ વર્ષનો પુત્ર હાર્દિક બે દિવસ પહેલા પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે જી.જે. ૩ એજે ૮૭૬૯ નંબરના બાઇક ચાલકે ઠોકર મારતા છ વર્ષના બાળકને ફ્રેકચર જેવી ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકના એએસઆઇ ડી.એન. પાનસેરીયાએ બાઇક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ આદરી છે.(૧.૯)

 

(12:14 pm IST)