Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ગોંડલના હડમતીયા ગામે નદીમાં ડૂબી જતા યુવતીનું મોત

નવરાત્રી પર્વે બે ભાઇની એેકને એક બહેનનું અકાળે નિધનઃ ભરવાડ પરિવાર શોકમાં

ગોંડલ તા ૧૩ : તાલુકાના હડમતીયા ગામે રહેતા અને માલધારી નો વ્યવસાય કરતા પોપટભાઇ ધ્રાંગિયા ના ૧૬ વર્ષના પુત્રી મમતાબેન સવારે ગામની નદીએ કપડા ધોવા ગયા હતા દરમિયાન નદીમાં નહાતી વેળાએ પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતાં તેમના મૃતદહને પી.એમ. માટે સરકારી દવાખાને ખસેડાયો હતો અનેઘટના અંગેની તપાસ ગોંડલ તાલુકા પોલીસસના જમાદાર વિપુલભાઇ ગુજરાતી એ હાથ ધરી હતી. મમતાબેન બે ભાઇઓ ના પરિવારમાં એકના એક બહેન હતા નવરાત્રી જેવા પર્વે અકાળે નિધન થતા ભરવાડ પરિવાર શોકમાં મુકાયો હતો. (૩.૪)

(12:11 pm IST)