Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ગોંડલના જામવાડીમાં વાડીમાં ભેંસ ચરાવવાની ના પાડતા વિપુલ કોળી પર હુમલો

રાજકોટ, તા. ૧૩ :  ગોંડલના જામવાડી પાસે વાડીમાં ભેંસો ચરાવવાની ના પાડતા કોળી યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામવાડીમાં મધુબેન વલ્લભભાઇની વાડીમાં રહેતો વિપુલ વલ્લભભાઇ મકવાણા (ઉ.વ.ર૪) ગઇકાલે વાડીએ હતો ત્યારે વાડીના શેઢા પર અલંકાર સામે ઝુપડામાં રહેતા બાલો ગઢવી અને કાનો ગઢવી ભેંસો ચરાવતા હોઇ તેને ભેંસો ચરાવવાની ના પાડતા બંને શખ્સોએ ઉશ્કેરાઇ જઇ વિપુલ સહિત બે વ્યકિતને મારમારી ભાગી ગયા હતા આ અંગે વિપુલ કોળીએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ એલ.બી. ડીંડોરે તપાસ આદરી છે. (૯.૪)

(12:11 pm IST)