Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે જીલ્લા સહકારી બેંકો તથા ખેતી વિષયક સહકારી મંડળીઓ ધીરાણ આપશે

વધુમાં વધુ પશુપાલકો યોજનાનો લાભ લઇ શકે તે માટે સરકારના મહત્વનો નિર્ણય

જસદણ તા.૧૩: રાજય સરકાર દ્વારા સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દુધાળા પશુઓના ડેરી ફોર્મ સ્થાપનાની સહાય  યોજના વર્ષ ૧૮/૧૯ માટે અમલી બનાવી હતી આ યોજના હેઠળ પશુપાલકે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થાની ધિરાણ અંગે મંજુરી મેળવ્યા બાદ આઇ-ખેડુત પોર્ટલ ઉપર અરજી કરવાની હતી.

આ યોજના હેઠળ વ્યાજ સહાય માટે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા/બેંક ઉપરાંત ખેતી વિષયક સહકારી મંડળીઓનો સમાવેશ કરવા પશુંપાલકો અને સહકારી બેંકના પદ્દાધિકારીઓ તરફથી મળેલ રજુઆતોને ધ્યાને લઇ પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ મહત્વ પુર્ણ નિર્ણય લેવડાવ્યો છે.

ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગના સુધારા ઠરાવ કમાંક સીડીએસ/૧૩૨૦૧૭/૯૪/પી.૧ તા.૨૭-૯-૧૮ થી પરિશિષ્ઠની શરત નં.૬મા સુધારો કરી પશુપાલકને રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા/બેંક/ખેતી વિષયક સહકારી મંડળીમાંથી વર્ષ ૨૦૧૮/૧૯મા મેળવેલ ધિરાણ પર આ યોજના અંર્તગત વ્યાજ સહાય મળવાપાત્ર થશે જે માટે પશુપાલકે ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદ મુદ્દત વધારા સહીતની વિગતો આઇ-ખેડુત પોર્ટલ ઉપર જાણી અરજી કરવાની રહેશે.(૧૭.૨)

(12:11 pm IST)