Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

માળીયા મિંયાણામાં હસીનાબેન મોવરને વલીમહમદે માથામાં છરીના ઘા ઝીંકયા

દિકરાને ધોકો ફટકાર્યો હોઇ ઠપકો દેવા જતાં વલી, અસગર અને ઇરફાન તૂટી પડ્યા

રાજકોટ તા. ૧૩: માળીયા મિંયાણામાં વાડી વિસ્તારમાં રહેતાં હસીનાબેન અબ્દુલભાઇ મોવર (ઉ.૩૨) નામના મહિલાને ગામના જ વલીમહમદ, અસગર અને ઇરફાને માર મારતાં અને વલીએ માથામાં છરીના ત્રણ-ચાર ઘા ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હસીનાબેનના પતિ અબ્દુલભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. ગઇકાલે સાંજે હસીનાબેનનો ૧૬ વર્ષનો પુત્ર આરીફ વલીની દૂકાન પાસે ઉભો હતો ત્યારે વલીએ કારણવગર ધોકો ફટકારી લેતાં આ બાબતે હસીનાબેન તેને ઠપકો આપવા જતાં અસગર અને ઇરફાને તેને પકડી રાખ્યા હતાં અને ઢીકા-પાટુ માર્યા હતાં. બાદમાં વલીમહમદે માથામાં છરીના ઘા ઝીંકી દીધા હતાં. માળીયા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતા હોસ્પિટલ ચોકીના એએઅસાઇ જગુભા ઝાલા અને રવિરાજસિંહે માળીયા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(12:10 pm IST)