Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

નવરાત્રીમાં મોરબી પોલીસે બ્રેથ એનાલિસિસ મશીન સાથે ચેકીંગ શરૂ કરતાં પ્યાસીઓમાં ફફડાટ

મોરબી, તા.૧૩: મોરબી શહેર અને જિલ્લામાં દારૂનું દુષણ વ્યાપક જોવા મળે છે તો પ્યાસીઓ નવરાત્રી જેવા તહેવારોમાં પણ નશો કરી વાહન ચલાવતા હોય છે જેને ઝડપી લેવા મોરબી પોલીસે બ્રેથ એનાલિસિસ મશીન વડે ચેકીંગ હાથ ધરી શંકાસ્પદ ઇસમોને ફૂંક મરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્યાસીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

મોરબીમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ વચ્ચે નશો કરીને વાહન ચલાવતા હોય જેથી અકસ્માતોના બનાવો માં વધારો થઈ રહ્યો છે હાલ નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે પોલીસની ટિમ સતત પેટ્રોલિંગ કરી રહી છે જેની સાથે રાત્રીના સમયે પેટ્રોલિંગ વખતે બ્રેથ એનાલિસિસ મશીન વડે શંકાસ્પદ જણાતા લોકોને મશીનમાં ફૂંક મરાવવાનું શરૂ કર્યું છે અગાઉ નશો કરીને આરામથી નીકળતા નશો કરનારા ઈસમો હોવી મુખ્ય બજારમાંથી પસાર થતા ડરનો અનુભવ કરી રહયા છે તો બીજી તરફ પોલીસની કામગીરીને નગરજનો આવકારી રહયા છે

(12:09 pm IST)