Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

મોરબી એસ.ઓ.જી.એ. ૪૮૦ ગ્રામ ગાંજા સાથે સંધિ મહિલા ઝડપી લીધી

મોરબી, તા. ૧૩ : એસ.ઓ.જી.ના હે. કો. કિશોરભાઇ મકવાણાને મળેલ બાતમીના આધારે ગઇકાલે સામાકાંઠા વિસ્તારના નટરાજ ફાટક, કેશરબાગના ગેઇટ પાસે એસ.ઓ.જી.ની ટીમે વોચ ગોઠવી અને બાતમીને અનુરૂપ સંઘિ મહિલા ત્થા આવી ચડતા તેને મદિનાબેન યુનુશભાઇ સમય પૌત્રા-સંધિ (ઉ.ર૬) ને રોકી તેની તલાશી લેતા તેની પાસેથી ૪૮૦ ગ્રામ ગાંજોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની અટક કરી રૂ. ર૮૮૦ની કિંમતનો ગાંજો રૂ. ૮૦૦ રોકડ રૂ. પ૦નું પર્સ મળી કુલ રૂ. ૩૭૩૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ કાર્યવાહીમાં પી.એસ.આઇ. એસ.એન. સાટી, એએસઆઇ અનિલભાઇ ભટ્ટ, પો. હે. કો. શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, ફારૂકભાઇ પટેલ, જયપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, પો. હે. કો. નરેન્દ્રસિંહ જાડેજા, મહિલા પો. કો. પ્રિયંકાબેન પૈજા સહિતનો સ્ટાફે કરી હતી.(૯.ર)

(12:04 pm IST)