Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

સ્વામિનારાયણ વિદ્યાપીઠ -ફરેણીનાં વિદ્યાર્થીઓની સ્કેટિંમાં પસંદગી

ધોરાજી : રાજકોટ ખાતે રમાયેલા ઓપન જિલ્લા કક્ષાની સ્કેટિંગ ચેમ્પિયન્સ શીપમાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ-ફરેણી (સીબીએસઇ)નાં ર૭ વિદ્યાર્થીઓ સિલેકટ થયા હતા. હવે તે રાજય કક્ષાએ રમવા જશે, આ ટીમને પરમ પૂજય સદ્દ શાસ્ત્રી સ્વામી શ્રી બાલકુષ્ણદાસજી સ્વામી, અક્ષર વલ્લભદાસજી સ્વામી, કોઠારી શ્રી ચત્રભુજ સ્વામી, (સીબીએસઇ) ઇંગ્લીશ મિડીયમનાં પ્રિન્સીપાલ શ્રી નિવાસ મડી સાહેબ, તેમજ શિક્ષકો તથા સંસ્થાનાં એડમિનિસ્ટ્રેશન શ્રી મહેશભાઇ ટાંક અને તેમને તાલીમ આપતા સ્કેટિંગ ટીચર મયુર શીંગાળા આ તમામે અભિનંદન પાઠવ્યા હતા. તસ્વીરમાં વિજેતા વિદ્યાર્થીઓ નજરે પડે છે.

(10:08 am IST)