Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

કચ્છમાં કાર ચોરીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઝડપાયું : ર૦ ચોરીનો ભેદ ઉકેલાયો

ભુજ, તા. ૧૩ : કચ્છમાંથી આંતરરાષ્ટ્રીય કાર ચોરીનો પર્દાફાશ કરીને ૩ શખ્સોને ઝડપી પાડીને ર૦ કાર ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

 

ડી.બી. વાઘેલા, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા પ્રદીપ શેજુળ પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા, પાલનપુરનાઓની જીલ્લામાં બનતા વાહન ચોરીઓના ગુનાઓ અટકાવવા સારૂ તેમજ શોધી કાઢવા સારૂ સુચનાઓ આપતા જે.એચ. સિંધવ, આઇસી પોલીસ ઇન્સ. મોહનીઆ, પો.સ.ઇ. ક્રાઇમ બ્રાન્ચ, પાલનપુર તથા પ્રવિણચંદ્ર, પ્રવિણસિંહ, ખુમાનસિંહ, રણજીતસિંહ, જયપાલસિંહ, મિલનદાસ, હરેશદાન, નિકુલસિંહ, મહેશભાઇ, ધેગાજી વિ. ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર સ્ટાફના માણસો પાલનપુર શહેર પશ્ચિમ પો.સ્ટે. વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતાં.

એલ.સી.બી.ના ભરતભાઇ અને પ્રકાશભાઇનાઓને મળેલ બાતમી હકીકત આધારે પાલનુપર એરોમાં સર્કલ પાસેથી પસાર થતા ભુરાભાઇ મહાદેવભાઇ રાજપૂત રહે. ટડાવ તા. વાવનો બોલેરો પીકઅપ એફબી રજીસ્ટ્રેશન નંબર જીજે૧ર-બીવી-ર૭૦રની સાથે મળી આવતા આ બોલેરો પીકઅપની તપાસ કરતા આ બોલેરો પીકઅપના અસલ ચેચીસ તથા એન્જીન નંબર ઘસી નાંખી નવા ચેચીસ તથા એન્જીન નંબર લગાવેલ હોય તે બાબતે વધુ પૂછપરછ હાથ ધરતા બીજા ચોરીના વાહનોના અસલ ચેચીસ નંબર તથા એન્જીન નંબરો ઘસી કાઢી નવા ચેચીસ નંબર તથા એન્જીન નંબરો ફીટ કરી તે વાહનોના ખોટા સેલ લેટરો બનાવી આર.ટી.ઓ. કચેરીમાં રજીસ્ટ્રેશન કરાવી નવા રજીસ્ટ્રેશન નંબરો મેળવી આ વાહનો વેચાણ કરવાનું સુયોજીત કરાવત્રુ રચ્યું હતું.

(10:06 am IST)