Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ગોંડલના ડૈયા ગામના સીમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ૧૮ લોકોનું રેસ્ક્યુ કરાયુ

કલેકટર, ડી.ડી.ઓ તેમજ રિજિયોનલ કમિશનરશ્રીએ સ્થળ પર ઉપસ્થિત રહી આપ્યું માર્ગદર્શન

રાજકોટ:રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ડૈયા ગામના સીમ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ફરી વળતા આ વિસ્તારમાં ૧૮ જેટલા લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. જેમનું ગોંડલ નગરપાલિકાની ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
 કલેકટર અરુણ મહેશ બાબુ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તેમજ રિજિયોનલ કમિશનર વરૂણ બરણવાલે સ્થળ પર ઉપસ્થિત રહી સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનને પૂરું પાડવા માર્ગદર્શન આપ્યું હતુ.
રેસ્ક્યુ કરાયેલા પાંચ પુરુષો સાત મહીલાઓ તેમજ છ બાળકોને સફળતાપૂર્વક બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે.

(8:19 pm IST)