Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પડધરી તાલુકાના નાના ઇંટાળા ગામ પાસે ડોંડી ડેમ ઓવરફ્લો - ૮ દરવાજા ૭ ફૂટ ખોલાયા

હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના

રાજકોટ :અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવે છે કે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના પડધરી તાલુકાના નાના ઇંટાળા ગામ પાસે ડોંડી ડેમ તેની નિર્ધારીત સપાટીથી ૧૦૦ ટકા ભરાતા તેના ૮ દરવાજા ૭ ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી ડોંડી ડેમના હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના પાંભર ઇંટાળા, નાના ઇંટાળા, લક્ષ્મી ઇંટાળા તેમજ હિદળ ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

(8:17 pm IST)