Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ધોરાજીમાં મેઘતાંડવ 20 કલાકમાં 12 ઇંચ વરસાદ:આખી રાત મેઘ સવારી ચાલુ કોઈ જાનહાનિ કે મુશ્કેલી નહીં

ધોરાજી પાસેનો ભાદર 2 ડેમ 12 દરવાજા 10 ફૂટ ઓવર ફ્લો: ધોરાજીના પીવાનું પાણી પૂરું પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં ગઈકાલ રાતથી મેઘરાજાએ મેઘ તાંડવ કરતાં 20 કલાકમાં 12 ઇંચ વરસાદ પડી ગયો હતો
ગઇકાલે રાત્રીના ધીમીધારે વરસાદ શરૂ થતાં મોડીરાત્રીના ભારેથી અતિભારે વરસાદ પડી ગયો હતો અને અત્યારે પણ વરસાદ ચાલુ છે 20 કલાકમાં 300 મીમી વરસાદ નોધાયો ચૂક્યો છે
ધોરાજીના પીવાનું પાણી પુરૂ પાડતા ફોફળ ડેમમાં નવા પાણીની આવક થતા ધોરાજીનું પીવાના પાણીનું સંકટ દૂર થયું છે
ધોરાજીમાં ગઇકાલે રાત્રીના આઠ વાગે વરસાદનો પ્રારંભ થતાં આજરોજ સાંજ ના 6 વાગ્યા સુધી એટલે કે 20 કલાકમાં 12 ઈંચ વરસાદ  પડી ગયો છે
આખી રાત ધોરાજીમાં ધીમીધારે થી ભારે વરસાદ સાથે 20 કલાક વરસાદ અવિરત ચાલુ રહેતા 12 ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર ધોરાજી પંથકમાં પીવાના પાણીનું સંકટ દૂર થયું છે
ચોમાસાના પ્રારંભ બાદ પ્રથમ વખત ધોરાજી માં આ પ્રકારે વરસાદ વરસી ગયો છે આખી રાત ભારે વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે
ધોરાજી પાસેથી પસાર થતી ભાદર 2 ડેમ તેમજ સફુરા નદીમાં પાણી ના નવા  નીર આવતા બંને ડેમ ઓવરફલો થયા છે
ધોરાજીમાં સિઝનનો કુલ 812 મિમી 32 ઇંચ વરસાદ નોંધાયો છે હજુ વરસાદ ધીમીધારે ચાલુ જ છે

(7:23 pm IST)