Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

બામણશા ઘેડ નજીક ઓજત નદીનો પાળો તૂટયોઃ ખેતરોમાં પાણી ફરી વળ્યાઃ જામનગર-કાલાવડમાં ર કલાકમાં ૪ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર યથાવતઃ અનેક જગ્યાએ પાણી ભરાયું

રાજકોટ તા.૧૩ : કેશોદ તાલુકાના ઓઝત નદીનો પાળો તુટતા ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા છે અને પાકને નુકશાન થયું છે તેમ ‘‘અકિલા’’ ફેસબુક લાઇવના શ્રોતા આહિર મશરી કરાંગીયાએ જણાવ્યું છે.

જામનગરના પ્રતિનિધિ મુકુંદ બદિયાણીના અહેવાલમાં જણાવાયું છે કે કાલાવાડ અને જામનગરમાં  ર કલાકમાં ર ઇંચ વરસાદ પડયો છે. જયારે ધ્રોલમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો. જયારે જાડિયા, જામજાધપુર અને લાલપુરમાં ઝાપટા પડયા છે.

જુનાગઢના પ્રતિનિધિ વિનુ જાષીના અહેવાલમાં જણાવાયું છે કે માણાવદર, કેશોદ, જુનાગઢ, ભેસાણ, મેદરડા, માંગરોળ, માળીયાહાટીના, વંથલી, વિસાવદરમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડયો છે

જયારે અમરેલી, બગસરા, જાફરાબાદ, ધારી, બાબરા, રાજુલા, લીલીયા, વડિયા, ગાંધીધામ, કલ્યાણપુર, ખંભાળીયા, ભાણવડ, વાંકાનેર, પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઉના, કોડીનાર, ગીરગઢડા, વેરાવળ, સૂત્રાપાડા, લીંબડી, ચુડામાં ઝાપટાથી માંડીને અડધા ઇંચ વરસાદ પડયો છે.

(5:50 pm IST)