Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાણાવડવાળા સીમમાં જુગાર રમતા ૭ શખ્સો ર૮ હજારની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર, તા. ૧૩: રાણા વડવાળા સીમ વિસ્તારમાંથી જુગાર રમતા ૭ શખ્સોને  રોકડ રૂ.૨૮,૩૦૦/-  સાથે  એલ.સી.બી એ પકડી પાડેલ છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્દર પ્ર તાપસિંહ પવાર  તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની સાહેબ નાઓ દ્રારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્ર વૃતી નેસ્ત નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે એલસીબી પીઆઇ શ્રી. એન.એન.રબારી તથા એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે એલ.સી.બી.ઓફીસ ખાતે હાજર હતા તે દરમ્યાન એચસી ઉદયભાઇ વરૂ તથા હરેશભાઇ આહિર નાઓને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે, રાણા વડવાળા સીમ પેટ્રોલ પંપ પાછળ રહેતા આરોપી દિલીપ ગોવિંદભાઇ ટાંક ઉ.વ-૩૧ રહે, રાણા વડવાળા ગામ,  તા.પોરબંદર વાળાએ પોતાના કબ્જા ભોગવટાની વાડીના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગારનો ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરીને આરોપી  દિલીપ ગોવિંદભાઇ ઉર્ફે ગીરીશભાઇ ટાંક રહે. રાણા વડવાળા મુકેશ કાનજીભાઇ ટાંક રહે. પોરબંદર., વજુ કરશનભાઇ ટાંક રહે. કેરાળા ગામ, દિપક કાનજીભાઇ ટાંક રહે. પોરબંદર, હસમુખ ખીમજીભાઇ ટાંક રહે. રાણાવાવ, લાલજી લીલાભાઇ કુછડીયા રહે. ભોદ ગામ, હીરેન હીતેશભાઇ પાણખાણીયા રહે. પોરબંદરવાળાઓના કબ્જામાથી ગંજીપતા તથા રોકડા રૂ. ૨૮,૩૦૦/- ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે. અને રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

કામગીરી કરનાર ૅં- આ કામગીરીમા એલસીબી પીઆઇ એન.એન.રબારી, તથા હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વરૂ, હરેશભાઇ આહિર, ગોવિંદભાઇ મકવાણા, જીણાભાઇ કટારા, કેશુભાઇ ગોરાણીયા, કુલદિપસિંહ જાડેજા, પીસી દિલીપભાઇ મોઢવાડીયા, કરશનભાઇ મોડેદરા, લીલાભાઇ દાસા, વિગેરે રોકાયેલ હતા.

(3:29 pm IST)