Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગર હોસ્પિટલમાં અજાણ્યા યુવાનનું બિમારી સબબ મૃત્યુ

જુગાર રમતા ૧૦ મહિલા સહિત ૨૨ ઝડપાયા

જામનગર, તા.૧૩: અહીં ગુરૂદ્વારા ચોકડી પાસે રહેતા યોગેશભાઈ રાજેશભાઈ પરમાર, ઉ.વ.૩૩, એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  જી.જી.હોસ્પિટલ ઓ.પી.ડી. વિભાગના રૂમ નં.૧૦ ની સામે ચાલીમાં એક અજાણીયો પુરૂષ, ઉ.વ.આ.૭૦ વાળાના ડાબા હાથના પોચા પર તથા માથાના ભાગે જુનુ વાગેલાનું નિશાન જોવામાં આવે છે તે વ્યકિત કોઈ પણ બિમારી સબબ મૃત્યુ પામેલ છે.

બેડી ગામે જુગાર

બેડી મરીન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા એ ફરીયાદ નોંધાવી છે કે, પોલીટેકનીક કોલેજ સામે, હાડકાના કારખાના પાસે, સલીમભાઈ ઘોડા વાળાની ઘરની પાછળ, જાહેર ચોકમાં તૈયબ બોદુભાઈ કોલીયા, આસીફ તૈયબ ઓઘીયા, રોશન ઈસાભાઈ જનર, સવજી મોહનભાઈ વિરમગામા, જીનતબેન ઈસાભાઈ સુમારભાઈ નોતીયાર, જયાબેન બાબુભાઈ ભારાભાઈ દાવડા,  રૂ.પપ૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે બે ઝડપાયા

બેડી મરીન પોલીસ સ્ટેશનમાં વિપુલભાઈ કારૂભાઈ વરૂ એ ફરીયાદ નોંધાવી છે કે, બેડી રોઝી બંદર રોડ, જુની કસ્ટમ ચેક પોસ્ટ પાસે, આરોપી જયેશભાઈ રાજુભાઈ મકવાણા ઈંગ્લીશ દારૂની શીલબંધ બોટલ નંગ–૧ જેની કિંમત રૂ.૩૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. લાલજીભાઈ કનુભાઈ જાદવ એ ફરીયાદ નોંધાવી છે કે, દ.પ્લોટ–પ૮, બાળકોના સ્મશાન પાસે, શેરી નં.–૦૬, જામનગરમાં કરણ ઉર્ફે બાડો વસંતભાઈ ગોરી, દારૂની કાચની અડધી ભરેલ બોટલ નંગ–૧, કિંમત રૂ.૧પ૦/– નો રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

ગીરધારીના મંદિર પાસે જુગાર

અહીં એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગીરાજસિંહ વિક્રમસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સુભાષ માર્કેટ પાસે ગીરધારીના મંદિર પાસે આવેલ ચોકમાં ભારતભાઈ ભગવાનજી દાઉદીયા, અલ્પેશભાઈ રશીકભાઈ ચૌહાણ, વિપુલભાઈ ઈશ્વરલાલ દાઉદીયા, જયેશભાઈ રમેશભાઈ ભટ્ટી, રાજેન્દ્રભાઈ સવજીભાઈ ચૌહાણ, જુગાર રમતા રેઈડ દરમ્યાન કુલ રૂ, ૧૦૦૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મહેશ્વરીનગરમાં પાંચ ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. નટવરભાઈ લાલજીભાઈ કાગડીયા એ ફરીયાદ નોંધાવી છે કે,  મહેશ્વરી નગર ચોક નં.–ર, પાસે આરોપીઓ ફિરોજભાઈ અલીમામદભાઈ મેતર, જયેશ ઉર્ફે સુમરીયા ડાયાભાઈ મકવાણા, રૂ.ર૯૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. અન્ય આરોપીઓ રાજુ વિરાભાઈ ગડણ, નીતીનભાઈ દેવજીભાઈ ડગરા, ખેરાજ દેવશીભાઈ ચાવડા, ધનજી ચાવડા તથા મુનો દરબાર  ફરાર થઈ ગયેલ છે  આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્વામીનારાયણનગરમાં જુગાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ ભીખુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સ્વામીનારાયણ શેરી નં.૧, હિતેશભાઈ દેવજીભાઈ જેઠવાના મકાનની ડેલી પાસે, આરોપીઓ નિર્મલાબેન હિતેશભાઈ જેઠવા, અનિતાબેન પ્રફુલભાઈ ચૌહાણ, કુશુમબેન કિશોરભાઈ ગોહીલ, શારદાબેન જેન્તીભાઈ ગોંડલીયા, વર્ષાબેન નરેશભાઈ ચૌહાણ, પુષ્પાબેન સંજયભાઈ ધોકીયા, વર્ષાબેન હસમુખભાઈ જેઠવા, દર્શનાબેન હસમુખભાઈ જેઠવા, સંદીપભાઈ હસમુખભાઈ જેઠવા, તીનપતી નામનો જુગાર રમતા રેઈડ દરમ્યાન કુલ રૂ, ૩ર૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(2:00 pm IST)