Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જસદણમાં વિજ શોક લાગતા કલોરાણાના કોળી યુવાનનું કરૂણ મોત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૧૩: જસદણ શહેરના ગોખલાણા રોડ ઉપર વાડીએ વીજ શોક લગતા કોળી યુવાનનું મોત નિપજયું હતું.

આ અંગેની વિગતો મુજબ જસદણ શહેર ના ગોખલાણા રોડ ઉપર ડોકામેડી વિસ્તાર તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં વાડીએ પાણીની મોટર ચાલુ કરવા જતા વીજ શોક લાગતા કલોરાણા ગામના કોળી યુવાન આંબાભાઈ ભીખાભાઈ ઝાપડીયા ઉંમર (વર્ષ ૫૫) નું કરૂણ મોત નિપજયું હતું. આ બનાવને પગલે નાનકડા કલોરાણા ગામમાં અરેરાટી ફેલાઇ છે. મૃત્યુ પામનાર આંબા ભાઈના મૃતદેહને જસદણ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(2:00 pm IST)