Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ધોરાજીની મીઠાઇઓની દુકાનોમાંસેમ્પલ લેવાયાઃ વેપારીઓમાં ફફડાટ

ધોરાજી તા. ૧૩: અહીંની મીઠાઇઓની દુકાનોમાં ડે. કલેકટર મીયાણી નગરપાલીકાના ચીફ ઓફીસર ચર્તુવેદી અને નગરપાલીકાના ડ્રગ એન્ડ ફુડના ઇન્સપેકટર દિવ્યેશ હિરપરા સહિતના અધીકારીઓએ મીઠાઇઓના સેમ્પલ લીધા હતા અને આ તકે ફુડ સેપ્ટી ઓફીસર દિવ્યેશભાઇ હિરપરાએ જણાવેલ કે આગલામી દિવસોમાં અન્ય મીઠાઇઓના વેપારીઓ દુધ ડેરીઓ સહીતનાઓને ત્યાં સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરાશે અને મીઠાઇઓના વેપારીને ત્યાંથી લીધેલ સેમ્પલોન઼ે પેક કરી વડોદરા ખાતે સેમ્પલીંગ મોકલવા અંગે કાર્યવાહી હાથ ધરાય છે. આ કામગીરીને પગલે મીઠાઇઓ અને ખાદ્ય પદાર્થોમાં કલર કેમીકલ નાખતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. 

(1:49 pm IST)