Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સાવરકુંડલા નાવલી નદી ઉપર રીવર ફ્રન્ટ બનાવવા માંગણી

પુર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણીની મુખ્યમંત્રીને રજુઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૩ : સાવરકુંડલા લીલીાયના પુર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સાવરકુંડલાના નાવલી નદી ઉપર રીવર ફ્રન્ટ બનાવવા માંગણી કરી છે.

કાળુ વિરાણીએ વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં નગરપાલિકાની  ચુંટણીમાં મતદારોને અનેક  સભાઓ સાવરકુંડલાની વચ્ચેથી પસાર થતી નાવલી નદી ઉપર રીવર ફ્રન્ટ બનાવવાનું વચન આપી ખાત્રી આપેલ છે.

સાવરકુંડલા ૧ લાખ પ હજારની વસ્તી ધરાવતુ નાનુ એવું શહેર છે. જેની વચ્ચેથી નવલીનદી પસાર થાય છે. જેની વચ્ચેથી નાવલી નદી પસાર થાય છે. જેની લંબાઇ ૩ કિ.મી.થી વધારે આવેલ છે. બંન્ને બાજુ મહતવની સંસ્થાઓ, વેપારીઓની દુકાનો વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યશ્રી મહાપ્રભુજીના બેઠકજી, અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ  મંદિર, સરકારરી તરફથી ખુબ જ સરસ બનેલ જનતા બાગ વગેરે અનેક સંસ્થાઓ આવેલ છે.

આ નદીની પહોળાઇ ખુબ જ વિશાળ છે. બંન્ને કાંઠા બંધાય જાય અને સાઇડમાં રીવર ફ્રન્ટ થાય તો વિશાળ જગ્યા છે અને નદીના મંથાળા ઉપર શેલુ દેદુમલ ડેમ આવેલ છે.તેમાથી પાણીનું કનેકશન ખુબ ઓછા ખર્ચે થઇ શકે તેમ છે. આ નદી ઉપર રીવર ફ્રન્ટ થતા અમારા શહેરની સુંદરતા અનેક ગણી વધીજાય તેમ છે. આ રીવર ફ્રન્ટ બનતા સાવરકુંડલા શહેરમાં  લોકોને રાત્રીના સમયે હરવા ફરવાનું સ્થળ બનશે અને સાવરકુંડલા નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને કાયમી રોજગારી મળશે.

તો ઉપરોકત બાબતે આ મુદાઓ ઉપર સાવરકુંડલા શહેરીજનોએ  ભાજપ પક્ષને નગરપાલિકાની ચુંટણીમાં કુલ ૩૬ બેઠકમાંથી ૩૧ ઉપર કમળ ખીલાવી જવલંત વિજય આપેલ છે.તેમ અંતમાં કાળુભાઇ વિરાણીએ જણાવ્યું છે. 

(1:49 pm IST)