Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સાવરકુંડલા જેસર રોડ રેલવે ફાટકથી કુદરતી ઉપચાર કેન્દ્ર સુધીના માર્ગના સમારકામ અંગે લોકોની ગાંધીગીરી

રોડ પરથી પસાર થતા નાગરિકોનું આમ જનતા દ્વારા ગુલાબનું ફુલ આપીને સન્માન કરાયું

સાવરકુંડલા,તા.૧૩:  જેસર રોડ રેલવે ફાટક થી પોલીસ સ્ટેશન અને કુદરતી ઉપચાર કેન્દ્ર સુધીના અતી બિસ્માર હાલત ધરાવતા રસ્તા પરથી પસાર થતા જેસર રોડ અને અન્ય વિસ્તારોમાં રહેતા અને આ રોડ ઉપર થી પસાર થતા નાગરિકો અને સતાધીશોને આમ જનતા દ્વારા આરોડ ઉપરથી દરરોજ પસાર થતા હોય અને આરોડની હાલત અતીશય બિસ્માર અને મોતના કૂવા જેવી હોવા છતાં કોઈ નિંભર તંત્ર સામે જરા પણ અવાજ ઉઠાવ્યા વગર ખુશી ખુશીથી આ રોડ ઉપર થી પસાર થાય છે ત્યારે કેકેભાઈ, નિકુંજ જયાણી, ભાવેશ ગાબાણી, નિમેષ પટેલ, વિપુલ જયાણી, દિલીપભાઈ સોરઠીયા, મેહુલ હીરપરા, હીંમતભાઈ વિરાણી, કલ્પેશ કથીરીયા,પરેશ મુખી,હીતેષ જયાણીતેમજ આ વિસ્તારના લોકો દ્વારા રાહદારીઓને ગુલાબનુ ફુલ આપીને અહી પસાર થનારા દરેક રાહદારીઓને લોખંડી નાગરિક તરીકે બિરદાવી એક અનોખો વિરોધ અને નિંભર તંત્રને જગાડવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકો તરફથી પણ પ્રતિસાદ મળ્યો હતો અને આવતાં દિવસોમાં તંત્ર દ્વારાઆનુ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. ત્યારે સાવરકુંડલામાં સતાધીશો થી માંડીને વિપક્ષના નેતા પણ ઘોર નિંદ્રામાં હોય ત્યારે કોઈ વિરોધ કરવા સામે આવતા ન હોય અને સાવરકુંડલા નગર પાલિકામાં સ્પષ્ટ બહુમતી ના કારણે વિરોધીઓને પણ સામાં પાણીએ ચાલવા જેવી પરિસ્થિતિ ઉભી થતી હોય ત્યારે શાસક પક્ષ સામે આજે આમ જનતા દ્વારા વિરોધ નહીં પણ ગાંધીગીરી કરી તંત્રના આખે બાંધેલ પાટા ઉઘાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે આગામી કેટલા સમયમાં આ લોકપ્રશ્નનું નિરાકરણ આવશે તે જોવું રહ્યું. 

(1:48 pm IST)