Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જેતપુરમાં ૧ર કલાકમાં ૪ ઇંચ ભાદર ડેમની સપાટી ૨૪.૧૦

જેતપુર તા. ૧૩ :.. શહેરમાં ગઇકાલે સવારથી વાદળછાયુ વાતાવરણ હોય પરંતુ  મન મુકીને વરસાદ વરસતો ન હોય, બપોરે ઝાપટુ આવ્યા બાદ રાત્રીના ૯ વાગ્યે દેધનાધન વરસાદ શરૂ થતા આખી રાત વરસાદ વરસતા સવારે ૯ વાગ્યા સુધી વરસી જતા કુલ ૪ ઇંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ ૧૬ ઇંચ થયો છે.
વરસાદથી ગામમાં ઠેરઠેર પાણી ભરાયા હતાં. આખી રાત વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી ગયેલ છે.

 

(1:44 pm IST)