Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

મેંદરડા પોલીસ દ્વારા ચાર ગામોમાં દરોડાઃ જૂગાર રમતા ર૯ ઝડપાયા

જુનાગઢ તા. ૧૩ :.. મેંદરડા પોલીસે ચાર સ્થળે દરોડા પાડી જૂગાર રમતા ર૯ શખ્સોને ઝડપી લીધા છે.

આ કામગીરી પો. સબ. ઇન્સ. કે. એમ. મોરી, હેડ કોન્સ. પી. જી. ઝણકાત, જયેશભાઇ દયાશંકરભાઇ વિકમા, સુરેશભાઇ મોહનભાઇ ભંભાણા, અનિલભાઇ બાબુભાઇ, જમોદ, બોદુભાઇ અબ્દુલભાઇ મોરી, વિગેરે જોડાયા હતાં.

ભાલછેલ ગામે રહેતા અતુલભાઇ દેવરાજભાઇ ચૌહાણનાં રહેણાંક મકાનની આગળ આવેલ જાહેર ચોકમાં લાઇટનાં અંજવાળે અમુક ઇસમો ગોળુ કુંડાળુ વળી ગંજીપત્તાના પાના પૈસા વડે તીનપતીનો રોન પોલીસ નામનો પૈસાની હાર-જીતનો જૂગાર રમે છે. જેથી બાતમીવાળી જગ્યાએ (૧) અતુલભાઇ દવરાજભાઇ ચૌહાણ કોળી (ઉ.૩૦) ધંધો ખેતી (ર) દેવજીભાઇ ગગજીભાઇ બારીયા ખાંટ દરબાર (ઉ.૪૦) ધંધો મજૂરી (૩) ભીખાભાઇ ગોવિંદભાઇ કંડોરીયા ખાંટ દરબાર (ઉ.૪પ) ધંધો મજૂરી (૪) કમલેશભાઇ કાળાભાઇ સાકરીયા કોળી (ઉ.૪૩) ધંધો ખેતી (પ) ચંદુભાઇ ગોબરભાઇ મકવાણા કોળી (ઉ.૪ર) ધંધો ડ્રાઇવીંગ (૬) કેશુભાઇ લાખાભાઇ ખસીયા ખાંટ દરબાર (ઉ.૪૩) ધંધો મજૂરીને જુગારના રોકડા રૂ. ૧૦,ર૬૦ તથા મો. ફોન નંગ-૪, કિ. રૂ. ૯પ૦૦ ગંજીપતાના પાના નંગ-પર તથા પાથરણ બન્નેની કિ. રૂ. સાથે મળી કુલ મુદામાલ કિ. રૂ. ૧૯,૭૬૦ સાથે ઝડપી લીધા હતાં.

સિમાસી ગામે રહેતા રાહુલભાઇ મુળુભાઇ વેગડનાં રહેણાંક મકાનની સામે આવેલ રોડ ઉપર લાઇટનાં અંજવાળે અમુક ઇસમો ગોળુ કુંડાળુ વળી ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હાર-જીતનો જુગાર કરી રમે છે. જેથી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા (૧) રાહુલભાઇ મુળુભાઇ વેગડ કાઠી દરબાર (ઉ.ર૬) ધંધો ડ્રાઇવીંગ, (ર) દિલીપભાઇ ચાંપરાજભાઇ વાળા કાઠી (ઉ.૪૬) ધંધો ડ્રાઇવીંગ (૩) જમનભાઇ પોપટભાઇ ગોહેલ કોળી (ઉ.૪ર) ધંધો ખેતી (૪) વિપુલભાઇ ગભરૂભાઇ વાક કાઠી દરબાર (ઉ.૪પ) ધંધો ચા ની હોટલ રહે. જેતપુર (પ) પ્રાગજીભાઇ કેશવભાઇ જાદવ કોળી (ઉ.૩પ) ધંધો મજૂરી (૬) જીતેન્દ્રભાઇ મગનભાઇ જાદવ કોળી (ઉ.ર૭) ધંધો મજૂરી (૭) રણજીતભાઇ દેસાભાઇ વાળા કાઠી દરબાર (ઉ.પ૦) ધંધો ખેતી રહે. બલીયાવડ (૮) આશીષભાઇ જેન્તીભાઇ ગજેરા પટેલ (ઉ.૩૮) ધંધો ખેતી (૯) દલુભાઇ જગુભાઇ વાળા કાઠી દરબાર (ઉ.૩૩) ધંધો ખેતી રહે. બડોદરાને જુગારના કુલ રોકડા જૂગારના રોકડા રૂ. ર૧,૭૯૦ તથા મો. ફોન નંગ ૯ જેની કુલ કિ. રૂ. ૧૯,પ૦૦ તથા ગંજીપતાના પાના નંગ-પર તથા પાથરણુ કિ. રૂ. ૦૦ સાથે મળી કુલ મુદામાલ કિ. ૪૧,ર૯૦ સાથે ઝડપી લીધા હતાં.

ઝીંઝૂડા ગામની સીમમાં આવેલ ગોવિંદભાઇ હકુભાઇ વેકરીયા રહે. ઝીંઝૂડા વાળાની વાડીએ આવેલ મકાનના આગળના ભાગે લેમ્પના અજવાળે જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના તથા પૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો જૂગાર રમે છે જેથી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા (૧) ગોવિંદભાઇ હકુભાઇ વેકરીયા પટેલ (ઉ.પ૩) ધંધો મજૂરી, (ર) મહેશભાઇ લાલજીભાઇ દેગામા કોળી (ઉ.૩પ) ધંધો મજુરી (૩) જયેશભાઇ વલ્લભભાઇ પાનસુરીયા પટેલ (ઉ.૩પ) ધંધો ખેતી (૪) ભગવાનજીભાઇ પ્રેમજીભાઇ દેગામા કોળી (ઉ.૪૦) ધંધો ખેતી (પ) ભાવેશભાઇ મોહનભાઇ દેગામા કોળી (ઉ.૪૦) ધંધો ખેતી (૬) હરેશભાઇ મોહનભાઇ દેગામા કોળી (ઉ.૩પ) ધંધો ખેતી (૭) પિન્ટુભાઇ જીણાભાઇ ઉમરેઠીયા પટેલ (ઉ.૪૦) ધંધો ખેતી (૮) મહેશભાઇ બાબુભાઇ દોંગા પટેલ (ઉ.૩પ) ધંધો ખેતી (૯) જયસુખભાઇ રવજીભાઇ બરવાડીયા પટેલ (ઉ.૪૦) ધંધો ખેતીને જુગારના કુલ રોકડા રૂ. ૧૦,૩૧૦ તથા મો. ફોન નંગ-૮ જેની કિ. રૂ. ૧૪,પ૦૦ તથા ગંજીપતાના પાના નંગ-પર, કિ. રૂ. મળી કુલ કિ. રૂ. ર૪,૮૧૦ નો મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

ભાલછેલ ગામે હેલીપેડની સામે જતા રસ્તે નિજામભાઇ કરીમભાઇ સુતારના મકાનની પાછળના ભાગે ખુલ્લા પટમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના પૈસા વડે તીનપતીનો રોજ પોલીસ નામનો જૂગાર પૈસાની હાર-જીત કરી રમે છે. બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા (૧) નિજારભાઇ કરીમભાઇ સુતાર મોમના (ઉ.૪ર) ધંધો મજૂરી (ર) સરમણભાઇ જેઠાભાઇ રામ આહીર (ઉ.૩૭) ધંધો ખેતી (૩) ફીરોજભાઇ હસનભાઇ સમનાણી મોમના (ઉ.૪૮) ધંધો ખેતી (૪) રાજુભાઇ જેન્તીભાઇ મકવાણા ખાંટ દરબાર (ઉ.૩૧) ધંધો ખેતી રહે. માતારવાણીયા તા. માળીયા (પ) જાફરભાઇ નુરદીનભાઇ જારીયા મોના (ઉ.પર) ધંધો ખેતીને જૂગારના કુલ રોકડા રૂ. ૧૪,૪૭૦ તથા ગંજીપતાના પાના નંગ-પર કિ. રૂ. મળી કુલ મુદામાલ કિ. રૂ. ૧૪,૪૭૦ નો મુદામાલ સાથે ઝડપી લીધા છે.

એ. એસ. આઇ. જે. કે. હેરભા તથા પો. હેઙ કોન્સ. તુષારભાઇ અરવિંદભાઇ ગોંડલીયા તથા પો. કો. વનરાજસિંહ ભીખાભાઇ ચાવડા તથા પો. કોન્સ. વિપુલભાઇ અરસિભાઇ પરમાર વિગેરે પો. સ્ટાફ સાથે મળી કામગીરી કરવામાં આવેલ હતી. 

(1:42 pm IST)