Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વેરાવળ પાલિકા દ્રારા વૃક્ષોને નિર્દયતાપુર્વક કાપી નાખવામાં આવેલ તેનું ૧રમું - ૧૩મું કરાયું

વેરાવળ શ્રીશ્રીપાર્કમાં ૨૦૦ નાના મોટા વૃક્ષો કાપી નાખેલ તેનું ૧૨મું-૧૩મું કરેલ તેનો શ્રધ્ધાંજલી આપતો કાર્યક્રમ યોજાયેલ(તસ્વીરઃ દીપક કક્કડ)

વેરાવળ, તા.૧૩: નગરપાલિકા દ્રારા તહેવારોમાં શ્રીપાલ ચોકડી એકીસાથે

ર૦૦ થી વધારે નાના મોટા વૃક્ષો કોઈને પણ જાણ કર્યા વગર નિર્દયતાપુર્વક કાપી નખાતા પ્રકૃતી પ્રેમીઓ દ્રારા ૧રમું ૧૩મું કરી વૃક્ષોને તેમજ પશુ પક્ષીઓને શાંતિ માટે પ્રાર્થના કરેલ હતી.

વેરાવળ શ્રીપાલ ચોકડી પાસે શ્રીશ્રીપાર્ક ની તહેવારોની રજામાં નગરપાલિકા દ્રારા ટાઉનહોલ, શોપીગમોલ ૧૩ કરોડના ખર્ચે બનાવવાની કામગીરી માટે કોઈને પણ રજા લીધા વગર એક સાથે ર૦૦ થી વધારે નાના મોટા વૃક્ષો બે જેસીબી સાથે જઈ ને જડમુડથી ઉખેડી નાખેલ હતા આ બનાવની જાણ થતા શ્રીશ્રીપાર્ક ના પરીવારો  તેમજ આજુ બાજુના રહેવાસીઓ ધટના સ્થળે પહોચી જઈ ઝાડ ને ચીપકી જઈ રોવા લાગેલ હતા ન્યાય માટે ગાંધીનગર સુધી રજુઆત  કરતા કામગીરી અટકાવી દેવાઈ હતી પણ જે વૃક્ષોને નિર્દયતાપુર્વક કાપી નાખેલ હતા તે વૃક્ષોની આત્માની શાંતિ માટે મોટી સંખ્યામાં પરીવારો બાળકોે સાથે દરવાજા પાસે બેસી બેનરો લગાડી ૧રમું ૧૩મું એક સાથે કરેલ હતી તેમજ ઉપસ્થિત પરીવારોએ બાળકો સાથે ધુન કરી શ્રઘ્ધાંજલી આપી હતી.

રહેવાસીઓએ જણાવેલ હતું કે જંગલ જેવી આખું બગીચોબનાવવામાં આવેલ છે બે થી ૧૩ વર્ષના વૃક્ષો ૧૮૦૦ થી  વધારે છે પણ ભાજપ શાસીત નગરપાલિકા એ કરોડો રૂપીયાના ભષ્ટ્રાચાર માટે તહેવારોમાં વૃક્ષો કાપવાની શરૂઆત કરેલ છે તેને પ્રકૃતી પ્રેમીઓ કયારેય માફ નહી કરે આવનારા દિવસોમાં ૧૦ હજાર થી વધારે પરીવારો જોડાયેલા છે તે અભીયાન ચલાવી નગરપાલિકાની દાદાગીરીથી સૌને યાદ અપાવશે પ્રતિઠીત પરીવારોની મહીલાઓ બાળકો જયારે વૃૃક્ષો કપાતા હતા ત્યારે રોતા હતા તેમ છતા ભાજપ ના કોઈપણ આગેવાનો,હોદેદરો સ્થળ ઉપર આવેલ ન હતા ર૦રરમાં તેની યાદ અપાવીશું.

(1:42 pm IST)