Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

એક જ રાતનાં વરસાદથી જુનાગઢનો હસનાપુર, આણંદપુર તેમજ વિલીંગ્ડન ડેમ અને નરસિંહ તળાવ ઓવરફલો

ગિરનાર-દાતાર જંગલમાં અનરાધાર વરસાદ -પવિત્ર દામોદર કુંડ નવા નીરથી છલોછલ

(વિનુ જોષી) જુનાગઢ તા. ૧૩ :.. એક જ રાતના અનરાધાર વરસાદથી જુનાગઢ નો હસનાપુર, આણંદપુર તેમજ વિલીંગ્ડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થયેલ છે.

ગીરનાર - દાતાર જંગલમાં સતત વરસાદથી પવિત્ર દામોદર કુંડ પણ નવા નીરથી છલોછલ થઇ ગયો છે.

જુનાગઢ શહેર ઉપરાંત ગીરનાર અને દાતારનાં જંગલ તેમજ પર્વતીય વિસ્તારમાં ગત  રાતથી અનરાધાર વરસાદ વરસી બન્યો છે.

આજની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘાએ જુનાગઢમાં મુકામ કરીને ધરતીને તરબો કરી દીધી છે.

સવાર સુધીમાં જુનાગઢમાં ત્રણ ઇંચ વરસાદ થયા બાદ આજે સવારના બે કલાકમાં વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

ગિરનાર અને દાતાર પર્વત  પરથી સતત વરસાદનાં પગલે ઝરણા વહેતા થઇ ગયા છે.

દરમ્યાન મનપા વોટર વર્કસ એન્જીનીયર શ્રી અલ્પેશ ચાવડાએ સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, ગત રાતના અને આજનાં વરસાદનાં પગલે સવારે જુનાગઢને પીવાનું પાણી પુરૂ પાડતો હસનાપુર અને વિલીંગ્ડન તેમજ આણંદપુર ડેમ ઓવર ફલો થતાં જળ સંકટ એક જ રાતમાં દુર થઇ ગયું છે.

તેમજ જુનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર પણ ભારે વરસાદથી ઓવરફલો થઇ જતાં શહેરનાં આજી વિસ્તારનાં પાણી તળ ઉંચા આવી ગયા છે.

નરસિંહ સરોવર અને વીલીગ્ડન ડેમ છલોછલ થતાં તેનો નજારો જોવા નગરજનો ઉમટી પડયા હતાં.

ગીરનાર ઉપર વરસાદથી પવિત્ર દામોદર કુંડ પણ છલકાય ગયો છે અને સોનરખ નદીમાં પુર આવેલ છે.

ઉૅધસ રકાબી આકારનો હસનાપુર ડેમ છલકાય જતા શહેર માટે ત્રણ વર્ષનો જળ સમુદ્ર થયો છે.

આ જ પ્રમો આણંદપુર ડેમ પણ ઓવર ફલો થવાથી જુનાગઢને ત્રણ વર્ષ ચાલે તેટલુ  પાણી આવ્યુ છે.

આમ એક જ રાતમાં જુનાગઢના ત્રણ ડેમ વીલીગ્ડના, હસનપુર અને આણંદપુર ડેમ તેમજ નરસિંહ સરોવર બને  સાથે ઓવર ફલો થવાની પ્રથમ ઘટના છે. 

(12:35 pm IST)