Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ટંકારામાં ચોવીસ કલાકમાં બે ઇંચ વરસાદ

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા. ૧૩ : ટંકારા વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ સર્જાયેલ. ટંકારા વિસ્તારમાં સવારે ૧૦ થી ૧૨ માં જોરદાર વરસાદ પડેલ. નેકનામ વિસ્તારમાં બે થી અઢી ઇંચ વરસાદ પડેલ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડેલ છે.ટંકારામાં રવિવાર સવારના ૬ થી સાંજના ૬ સુધીમાં ૩૫ મિલીમીટર વરસાદ પડેલ છે. રાત્રીના ૧૨ વાગ્યા પછી જોરદાર વરસાદ પડેલ રાત્રીના ૧૧ મિલીમીટર વરસાદ પડેલ. મોસમનો કુલ વરસાદ ૪૫૭ મિલીમીટર નોંધાયેલ છે.

(12:35 pm IST)