Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજકોટ જિલ્લાનો ગોંડલ તાલુકાનો વેરી ડેમ ૯ ઇંચથી ઓવરફલો

ગોંડલ - કંટોલીયા - વોરા કોટડા ગામના લોકોને એલર્ટ કરાયા

રાજકોટ તા. ૧૩ : ફોકલ ઓફિસર અને અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફલડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવે છે કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોંડલ ગામ પાસેનો વેરી ડેમ  ૯ ઈંચથી ઓવરફલો ચાલુ છે.

આથી ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા ગોંડલ, કંટોલીયા અને વોરા કોટડા ગામોના  નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી ૧૪૨.૦૨ મીટર છે અને ડેમમાં ૨૦૯૩ કયુસેક પાણીની આવક છે.

(12:32 pm IST)