Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ઉના તાલુકામાં વધુ એક બુટલેગરને ૩ જિલ્લાઓમાંથી તડીપાર કરાયો

ઉના તા.૧૩ : તાલુકાના વધુ એક દારૂના બુટલેગર રાજા ઉર્ફે રાજુ ભાલાભાઇ રે.સામતેરવાળાને ત્રણ જિલ્લામાં તડીપાર કરવામાં આવેલ છે.

જીલ્લા પોલીસવડા રાહુલભાઇ ત્રિપાઠી તથા મદદનીશ જીલ્લા પોલીસવડા ઓમ પ્રકાશ મેર એ સુચના આપેલ કે જીલ્લામાં ગેરકાયદે દારૂ વેચવાની પ્રવૃતિ કરતા તત્વો સામે અસરકારક પગલા લેવા સુચના આપતા  ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીએ ઉના તાલુકાના સામતેર ગામના દારૂના બુટલેગર રાજેશ ઉર્ફે રાજુ માલાભાઇ ગોહીલ દરબાર (ઉ.વ.રપ) ગે.કા. વિદેશી દારૂનું વેચાણ કરતા હોય તેની સામે દારૂ ગે.કા. વેચવાના ગુના દાખલ થયેલ હોય તેની હદપારી હેઠળ અકાયત કરવા મહે. સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી ઉનાને કાગળો મોકલતા તેમણે હદપારીની દરખાસ્ત મંજુર કરતા પોલીસ જમાદાર કે.બી.સોલંકી, હિતેશભાઇ અરશીભાઇ વાઘેલા તથા સ્ટાફે સામતેર ગામેથી રાજેશ ઉર્ફે રાજુ માલાભાઇ ગોહીલ દરબારને પકડી પાડી જુનાગઢ ગીર સોમનાથ, અમરેલી આમ ૩ જીલ્લામાંથી હદપાર કરવાની કાર્યવાહી કરી છે.

ભાવનગર જિલ્લાના જેસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મુકી આવેલ છે. દારૂના બુટલેગરને ૩ જીલ્લામાંથી હદપાર કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી અત્યાર સુધીમાં ૭ સામે પાસા હેઠળ ૮ લોકોને હદપારીના કડક પગલા લેતા નોંધપાત્ર કામગીરી કરી છે.

(12:29 pm IST)