Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાણાવાવમાં ૩, કુતિયાણામાં દોઢ તથા પોરબંદરમાં ૧ ઇંચ

જિલ્લામાં કાચા સોના સમાન વરસતો વરસાદઃ ખંભાળા અને ફોદાળા જળાશયોમાં પાણીની ધીમી આવક

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૩ :.. જિલ્લામાં કાચા સોના સમાન ધીમી ધારે શાંતિપૂર્વક વરસાદ વરસી રહેલ છે જિલ્લામાં આજે સવારે છેલ્લા ર૪ કલાકમાં સરેરાશ ૧ થી ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવમાં ૩ ઇંચ, કુતિયાણામાં દોઢ ઇંચ તથા પોરબંદરમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ રપ મી. મી. (પ૬પ મી. મી.) રાણાવાવ ૭ર મી. મી. (પ૬૮ મી. મી.), કુતીયાણા ૩૮ મી. મી. (૬૧ર મી.મી.), ખંભાળા જળાશય ૪૭ મી. મી. (૩૩પ મી. મી.) નવા પાણીની આવક ૮ ઇંચ હાલ સપાટી રપ ફુટ તથા ફોદાળા જળાશય પ૮ મી. મી. (૪પ૦ મી. મી.) ફોદાળા જળાશય નવા પાણીની આવક ૯ ઇચ હાલ સપાટી ર૦.૩ ફુટ.

જિલ્લામાં બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહેલ છે ગઇકાલે રાત્રે પોરબંદરમાં સમયાંતરે ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ ચાલુ રહયો હતો દરિયામાં પણ વરસાદનું જોર રહેલ છે સ્થાનીક હવામાન  કચેરીથી જણાવ્યા મુજબ આવતા ર૪ કલાક સુધી ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ રહેશે. દરીયામાં વરવડિયા મોંજા છે અને કાંઠે ૧ થી દોઢ મીટર મોંજા ઉછળે છે ઉતર-પશ્ચિમ દિશામાં ઘુમરી મારતો પવન ફુંકાય છે. એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૩૦.૮, (૬૦૭,૩ મી. મી.) નોંધાયો છે.

આદિત્યાણામાં વિજળીના કડાકા ભડાકા સાથે સવાર સુધીમાં છેલ્લા ર૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ અને મોસમનો કુલ વરસાદ ર૪ ઇંચ પડેલ છે.

(12:23 pm IST)