Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ધ્રાંગધ્રા પાસે ટ્રક પાછળ ઇકો કાર અથડાતા ૪ મહિલાના મોત

વ્‍હેલી સવારે હરીપુરાના પાટીયા પાસે ગમખ્‍વાર અકસ્‍માત : અમદાવાદનો બ્રાહ્મણ પરિવાર ઘરે જતો'તો

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૩ : ધંધુકા બગોદરા હાઇવે ઉપર વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત સર્જાતા ઘટનાસ્‍થળે ચાર મહિલાઓના મોત થયા છે.
સુરેન્‍દ્રનગર જિલ્લામાં અકસ્‍માતોની સંખ્‍યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાંᅠ બગોદરા ધંધુકા હાઇવે ઉપર રોજ બરોજ નાના-મોટા અકસ્‍માતો સર્જાયા કરતા હોય છે ત્‍યારે આજે વહેલી સવારે વધુ એક અકસ્‍માત સર્જાયો છે. ઘટના સ્‍થળે લોકોના મોત નીપજતા હાહાકાર મચી જવા પામ્‍યો છે મળતી વિગત અનુસાર સુરેન્‍દ્રનગર ધંધુકા બગોદરા હાઈવે ઉપર વહેલી સવારે ચાર વાગ્‍યાના અરસામાં ઇકો કાર અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો છે.
અકસ્‍માતના પગલે ચાર મહિલાઓના ઘટનાસ્‍થળે જ મોત નિપજતા ચકચાર મચી છે ધંધુકા બગોદરા હાઈવે ઉપર ઇકો કાર ચાલક દ્વારા બંધ પડેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્‍માત સર્જાવાની આવ્‍યો છે ઇકો કાર ચાલકને આગળ બંધ પડેલી ટ્રકના વર્તાતા ચાર લોકોના જીવ આ અકસ્‍માતમાં જવા પામ્‍યા છે ચારે ચાર મહિલાઓ હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્‍યું છે.
ત્‍યારે અમદાવાદ તરફ જઇ રહેલી ઇકો અત્‍યંત સ્‍પીડમાં હોય અને આગળ ભરેલો ટ્રક ડ્રાઇવરને નહીં દેખાતા ટ્રક પાછળ ઇકો કાર ઘુસી જવા પામી હતી અને ઘટના સ્‍થળે જ ચાર મહિલાઓ ના મોત નિપજવા પામ્‍યા છે. ત્‍યારે ચારે ચાર મહિલાઓ હોવાનો પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્‍યું છે અન્‍ય લોકોને ઈજાઓ થવા પામી છે તેમને સારવાર માટે હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે.
અત્‍યારે ઘટના સ્‍થળે પોલીસ પણ દોડી ગઇ છે અને આ મામલે વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવતા ઇકો માં સવાર તમામ અમદાવાદનાં બ્રહ્માણ પરિવાર હોવાનું જાણવા મળ્‍યું છે. અકસ્‍માતના પગલે મૃતદેહોને ઇકો કાર માંથી ચીરી અને બહાર કાઢવામાં આવ્‍યા છે કારણ કે અકસ્‍માત ગંભીર હોવાના પગલે ઇકો કારનો પણ બુકડો બોલી જવા પામ્‍યો છે.
ત્‍યારે આ અકસ્‍માત સર્જાયા બાદ હાઇવે ઉપર પણ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી ત્‍યારે તાત્‍કાલિકપણે પોલીસ દોડી જઈ અને ફેદરા પાસે આ વાહનો હટાવી અને રોડ પણ ખુલ્લો કરવાની તજવીજ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને ટ્રક ચાલક પણ હાલમાં ફરાર બની ગયો હોવાનું જાણવા મળ્‍યું છે.

મૃતક ૪ મહિલાઓ

વઢવાણઃ ધંધુકા બગોદરા હાઇવે ઉપર સર્જાયેલા ઇકો કાર અને ટ્રક અકસ્માતમાાં મૃતકોની ઓળખ થતા  (૧) શીલ્પાબેન દિનેશભાઇ પટેલ, (ર) પાયલબેન જીગ્નેશભાઇ પટેલ(૩)  ભાવનાબેન બીપીનભાઇ ગજજર(૪) ચેતનાબેન આર.મોદી નો ભોગ લેવાયો છે અને (૧) ચંદ્રકાંત બાબુભાઇ રાત (ર) સુભાષબેન બારોટ (૩) કોકીલાબેન મનહરલાલ સોલંકીને  ઇજાઓ થતા સારવારમાં ખસેડાયા છે.

 

(1:47 pm IST)