Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

ધોરાજી : પીપળીયા પાસે કાર વડે અકસ્માત સર્જી સગીરાનું મોત નિપજાવી ભાગી જનાર આરોપી સોની રાજુ માંડલિયાને ધોરાજી પોલીસે ઝડપી લીધો

ગત બુધવારે ધોરાજી ના કાર ચાલકે સ્કુટરને ઠોકરે લીધેલ... જેમાં 16 વર્ષીય સગીરાનું મોત નિપજેલ.

ધોરાજી :કાર વડે અકસ્માત સર્જી એક સગીરાનું મોત નિપજાવનાર કાર ચાલકને ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા અને મહિલા પીએસઆઇ નયનાબેન કદાવાલાએ ગણતરીના દિવસોમાં ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગત બુધવારના રોજ  રાત્રે આઠ કલાકે જમનાવડ થી પીપળીયા ગામ વચ્ચે ધોરાજી ના કાર ચાલક અને આરોપી સોની રાજુ મુળજીભાઈ માંડલીયા (ગાયત્રી સ્ટુડિયો વાળો) તેના અન્ય મિત્રો સાથે કારમાં જતો હોય તે દરમિયાન બેફિકરાઈ પૂર્વક કાર ચલાવતા પીપળીયા ગામના  જયદીપભાઈ મકવાણા નું સ્કૂટર ઠોકરે લેતા પાછળ બેસેલ તેમના બહેન હેતલ બેન મનીષભાઈ મકવાણા ઉવ 16 ને ગંભીર ઇજા થયેલ હતી. બાદમાં હેતાલબેનનું કરુણ મોત નીપજ્યું હતું.
  અકસ્માત બાદ આરોપી સોની રાજુ માંડલીયા પોતે કરેલો ગુનો છુપાવવા જેતપુર પાસે આવેલ મારુતિના શો રમ માં ગાડી ના પાર્ટ્સ બદલવા કારસો રચેલ. જે બાબતે ધોરાજી પોલીસ ઇન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજાને ખાનગી બાતમી મળી જતા અકસ્માત સર્જનાર આરોપી ને ગણતરીના દિવસોમાં ઝડપી તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(8:07 pm IST)