Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

દારૂ પીવાના કેસમાં કોટડા સાંગાણીના જમાદારનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

સાંસદની રાજકીય વગ વાપરીને જમાદાર ઉપર કેસ કરાયો હતો

 ગોંડલ તા.૧૩ ં જમાદાર ખીમજીભાઈ પેથાભાઈ સરવૈયા પોતાના ફરજ દરમ્યાન દારૂ વેચતા અને બનાવતા તત્વો ને ડામી દેવા માટે કાયદા નુ ભાન કરાવવા કડક હાથે કામ લેતા આરોપીઓના પેટ મા તેલ રેડાયું હતું એ સમયે એક સંપ કરીને સાસંદ ને રજુઆત કરતાં જમાદાર વિરુદ્ધ કોટડા પોલીસ સ્ટેશનમાં દારૂ નો ખોટો કેસ રાજકીય દબાણ ને લઈને નોંધાયો હતો જે કેસ નામદાર કોટૅ માં ચાલી જતાં કોટૅએ આરોપી ને નિદોષૅ જાહેર કયૉ હતાં

કોટડા સાગાણી પોલીસ સ્ટેશનમાં વષૅ ૨૦૧૦  માં ફરજ બજાવતા બીટ જમાદાર ખીમજીભાઈ પેથાભાઈ સરવૈયા વિરુદ્ધ સંસદ સભ્ય કુવરજીભાઈ બાવળીયા એ દારૂ પીધેલ હોવાનો આક્ષેપ કરેલ અને એ સમયના પી.એસ.આઈ. એન.પી.બડવા એ પ્રાથમિક તપાસ કરતાં દારૂ પીધેલ ના કોઇ લક્ષણો જણાતા ન હોવા છતાં બ્લડ સેમ્પલ લઈ ને f.s.l.માં મોકલાવતા જેમાં ટકાવારી આવી હતી ત્યારે પી.એસ.આઈ.એ.ગુન્હો દાખલ કરેલ જે કેસ મહે.જયુ.ફ.ક.મેજી.સાહેબ કોટડા સાગાણી ની કોટૅમા ચાલી જતાં આરોપી ખીમજીભાઈ પક્ષે. સંસદ સભ્ય ના ફોન ઉપર કોઇ વાતચીત થયેલ નથી આક્ષેપો મન ધડત ઉપજાવી કાઢેલા અને બ્લડ સેમ્પલ માં સરકાર પક્ષે ગરબડ થયેલ છે તેમજ નિયમો કાયદાનુ પાલન કરવામાં આવેલ નથી અને ગુન્હો ખોટો દાખલ કરવામાં આવેલ છે બીટ જમાદારે આરોપીઓ સામે કડક હાથે કામ લેતા આરોપીઓએ એક સંપ કરી કુવરજીભાઈ ને રજુઆત કરેલ તે રજૂઆત ઉપરથી મન ધડત આક્ષેપ ઉપજાવી કાઢી સીધી એસ.પી.તથા આઈ.જી.પી.ને રજુઆત કરતા આરોપીઓ અને રાજકીય વગ પોલીસ મળીને જમાદાર ની ગોડલ .જામનગર. ભરૂચ. બદલીઓ કરેલ અને સસ્પેન્ડ કરવામાં આવેલ સમગ્ર કારકિર્દી ખતમ કરાવવા માટે વ્યુહ રચેલ જે અંગે નો કેસ નો ગત.તા. ૨૮.ના રોજ કોટડા સાગાણી નામદાર કોટૅ માં ચાલી જતા કોટૅએ નિદોષૅ જાહેર કરેલ હતા જે કેસ આરોપી જાતે ખીમજીભાઈ એ પોતાનો ખુદ બચાવ કરીને લડયા હતાં

    જયારે પોલીસ ઉપર તેમજ પોલીસ નુ મોરલ નિચુ બતાવવા અને રાજકીય લાભ ખાતર કાનાસૂફી માં આવીને પોતાનો પ્રભાવ પાથરવા પોલીસ તંત્ર માં ધાક બેસાડવા રાજકીય અગ્રણીઓ ઉપર લાલબત્તી કિસ્સો સમાન આ કેસ બનવા પામ્યો હોવાની ચર્ચાઓ વહેતી થઇ હતી

(11:49 am IST)