Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ભાણવડમાં રાણપરામાં પ અને પાછતરમાં ર ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી

ભાણવડ પંથકમાં રાણપર અને પાછતરમાં અનુક્રમે પાંચ અને બે ઇંચ ધોધમાર વરસાદ ખાબકી જતા ચારે તરફ પાણી પાણી થઇ ગયા હતા. (તસ્વીરઃ રવિ પરમાર-ભાણવડ)

 ભાણવડ તા. ૧૩ : ભાદરવાના આગમન સુધી વરસાદ માટે તરસી ગયેલ ભાણવડ પંથકને ભાદરવાએ લીલાલહેર કરાવી દીધા છે અને મોસમના કુલ વરસાદનો પ૦ ટકાથી વધુ વરસાદ ભાદરવામાં પડી ગયો હતો. ભાણવડમાં છેલ્લા એક સપ્તાહથી ઓછાવતા અંશે વરસાદ વરસી રહ્યો છે અને હાલ તાલુકાના મોટા ભાગના જળાશયો છલી ગયા છે ત્યારે કો તાલુકાના મહદ ભાગમાં વરસાદે પોરો ખાધો છે પરંતુ રાણપરમાં કાલે૧૧ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થતાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. તો બાજુના પાછતરમાં પણ બે ઇંચ ધોધમાર વરસાદ પડયો હતો. રાણપર ગામમાં ચારે તરફ પાણી પાણી થઇ ગયા છે તો પાછતરમાં પણ બે ઇંચ વરસાદ પડતા પાણી પાણી થઇ ગયા હતા.

ભાણવડના ૮ અને પોરબંદરના ૧ર ગામોને સિંચાઇનું પાણી પુરૂ પાડતા તેમજ ર૭ ભાણવડ શહેર સહિત ર૭ ગામોને પીવાનું પાણી પુરૂ પાડતા વર્તુ-ર ડમેની આજની સ્થિતિ મુજબ ૭પ ટકા ભરાઇગયો છે અને હજુ પણ સતત પાણીની આવક ચાલુજ છે. ત્યારે બહુ ઝડપથી આ ડેમ પણ છલકાઇ જવાની સંભાવના છે.

(11:46 am IST)