Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

વાંકાનેર નિર્મલા કોન્વેન્ટ ખેલ મહાકુંભમાં ઝળકી

વાંકાનેર : નિર્મલા કોન્વેન્ટ સ્કુલના રમતવીર વિદ્યાર્થીઓએ તાજેતરમાં ખેલ મહાકુંભ ૨૦૧૯ અંતર્ગત મોરબી ખાતે યોજાયેલ રમતગમતમાં ફુટબોલની ભાઇઓ તથા બહેનોની રમતમાં શાળાની ૩ ટીમે ભાગ લીધો હતો અને વિજેતા બની હતી જેમાં ભાઇઓની ટીમ તથા બહેનો માટેની રમતમાં રમનાર બંને ટીમે સારૂ પ્રદર્શન કરી એક ટીમ પહેલા નંબરે અને બીજી ટીમ બીજા નંબરે વિજેતા બનેલ. ભાઇઓની ટીમ ત્રીજા ક્રમે વિજેતા થતા તમામ સ્પર્ધકો અને વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપનાર કોચ સુરજ ગુપ્તા અને શિવરાજસિંહ ઝાલાને શાળા પરિવાર અને શુભચિંતકોએ શુભેચ્છા આપી હતી. વિજેતા ટીમોની તસ્વીર.

(11:44 am IST)