Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ભુજમાં 21 ફૂટ ઊંચી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન

ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ઘાસ, વાંસ અને માટીના મિશ્રણથી મૂર્તિ બનાવાઈ :સમુદ્રમાં 5-6 કિમી ઊંડે વિસર્જન કરાશે

 

ભુજના ટીનસીટી ગ્રાઉન્ડમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 21 ફૂટ ઊંચી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરાયું છે મૂર્તિ કચ્છની નહિ પરંતુ ગુજરાતમાં સૌથી મોટી ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિ હોવાનો આયોજકોએ દાવો કર્યો છે

 ગ્રૂપના રાહુલ ગોરે જણાવ્યું કે, સતત 18 માં વર્ષે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ભુજમાં ગણેશોત્સવનું આયોજન કર્યું છે મૂર્તિની વિશેષતા અંગે રાહુલભાઈએ જણાવ્યું કે, ગણેશજીની 21 ફૂટ ઊંચી ઇકોફ્રેન્ડલી મૂર્તિ ઘાસ, વાંસ અને માટીથી બનાવાઈ છે મૂર્તિ માટે વિશેષ પંડાલ પણ તૈયાર કરાયો છે ગણેશજીના દર્શન માટે ભક્તો ભુજ ઉપરાંત આસપાસના ગામડાઓ અને તાલુકાઓમાંથી ઉમટી પડે છે. દર્શનાર્થીઓ માટે વિશેષ વોટરપ્રુફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.

વિસર્જન અંગે તેમણે જણાવ્યું કે, બુધવારે સવારે 10:30 કલાકે ભુજથી માંડવી દરિયાકીનારે ગણેશજીની પ્રતિમાને વિસર્જન માટે પ્રસ્થાન કરવામાં આવશે. મૂર્તિનું વિસર્જન પણ સમુદ્રમાં 5થી 6 કિમી ઊંડે જઈને સમુદ્રની વચ્ચે કરવામાં આવે છે જેથી પર્યાવરણને કોઈ જાતનું નુકસાન પહોંચતું નથી. વળી, ઘાસ-માટીથી બનેલી હોવાથી મૂર્તિ સમુદ્રના પાણીમાં ઓગળી જાય છે.

(10:57 pm IST)
  • પેટ્રોલ - ડિઝલના ભાવવધારા સામે છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્યો - નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા : અનોખો વિરોધ - દેખાવ : પોલીસે રોકયા તો બેરીકેટ્સ હટાવી આગળ વધ્યા : કાર્યકરોની સાથે બળદગાડામાં ભોજન લીધુ access_time 3:44 pm IST

  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST