Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

કોટડાપીઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા

કોટડાપીઠા ગામડામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે

બાબરા તાલુકાનાં કોટડાપીઠા વિસ્તારનાં ગામડાઓ-કોટડાપીઠા, વાવડી, કલોરાણા, ખાનપર, કરણુકી, નાવાણીયા, ઉપાડ, પાનસડા, ગરણી, રાયપર વગેરે ગામડાઓમાં વરસાદ ખેંચાતા જગતનાં તાતમાં ચિંતાનું  મોજુ પ્રસરી ગયું છે. અપુરતો વરસાદ પડવાથી કુવાઓ તથા દારમાં તળ ઉંચા આવેલ નથી, કોટડાપીઠાનું ધોબીયારા તળાવ કોરૂ કટ છે, હવે જો થોડા દિવસોમાં વરસાદ નહિ વરસે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાય રહી છે. ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

અહીંથી સૌની યોજનાની પાઇપ લાઇન પસાર થાય છે. તેના દ્વારા કોટડાપીઠાનું ધોબીયારા તળાવ ભરાય તો આ વિસ્તારનાં કુવા તથા દારનાં તળમાં પાણી ઉંચા આવે તેમજ તેનો તળાવની નહેર દ્વારા સિંચાઇ દ્વારા ખેડૂતોને પાણી આપવાની પાક બચી શકે તેમ છે. કોટડાપીઠાનાં ધોબીયારા તળાવમાં સૌની યોજનામાં સમાવેશ કરવા આ વિસ્તારનાં લોકોની માગણી છે.

જૂનાગઢ અને ગોંડલ જવા સીધી બસ સેવાની માગણી

બાબરા તાલુકાનાં કોટડાપીઠા ગામેથી ગોંડલ કે જૂનાગઢ જવા માટે એક પણ એસ. ટી. ની સીધી બસ નથી. આ રૂટ પર એકમાત્ર ધોરાજી-ભાવનગર એકસપ્રેસ બસ ચાલે છે તેને કોટડાપીઠા સ્ટોપ નથી જયારે આ રૂટ પર પ્રાઇવેટ બસો ભાવનગર-જૂનાગઢ રૂટ પર ચાલે છે.

જયારે એસ. ટી. ભાવનગર થી કે અમરેલી-જૂનાગઢ વાયાઃ આટકોટ વચ્ચે ચાલતી ન હોય એસ. ટી. સત્તાવાળા ભાવનગર-જૂનાગઢ કે અમરેલી-જૂનાગઢ વચ્ચે વાયા આટકોટ-ગોંડલનો રૂટ શરૂ કરે તેવી કે ચરખા, ઉંટવડ, કોટડાપીઠા વગેરે ગામોને જૂનાગઢ જવાની સીધી એસ. ટી. બસની સુવિધા ન હોય અમરેલી એસ. ટી.એ. અમરેલી-જૂનાગઢની બસ વાયા આટકોટ-ગોંડલ વચ્ચે ચાલુ કરે તેવી ગ્રામ્ય જનતાની લાંબા સમયની માંગણી છે.

પોલીસ સ્ટેશનનું  ગોકળગતિએ કામ

બાબરા તાલુકાનાં કોટડાપીઠા ખાતે આઉટ-પોસ્ટ પોલીસ સ્ટેશન ઘણા વરસોથી જર્જરીત હાલત હતુ તે બાબત વરસો પહેલા જૂનાગઢ આઇ. જી. તથા જિલ્લા એસ. પી. ની પોલીસ સ્ટેશનની મુલાકાત દરમ્યાન આ બાબત ગામ લોકોએ ત્થા આગેવાનોની રજૂઆત કરી હતી તેથી તંત્રએ પોલીસ સ્ટેશન ત્થા કવાટર પાડવાની શરૂઆત કરેલ છે.

કાટમાળ ઉતારવાનું શરૂઆત કરેલ છે. કવાર્ટર ન હોવાથી પોલીસ સ્ટેશનનો સ્ટાફને બાબરાથી અપડાઉન કરવુ પડે છે. કોટડાપીઠા અમરેલી જિલ્લાનું છેલ્લુ ગામ હોવાથી પોલીસ સ્ટેશન કાર્યરત રહે તે જરૂરી છે તો આ બાબતે અમરેલી એસ. પી. તાત્કાલીક પોલીસ સ્ટેશન ત્થા કર્વાટરનું કામ શરૂ કરાવે તેવી ગામ લોકોની માંગણી છે.

બસ સ્ટેશન પાસે સ્પીડ બેકર મુકવા માગણી

કોટડાપીઠા ખાતે રાજકોટ-ભાવનગર ફોર લેન બન્યા બાદ સ્પીડ બેકર બનાવવાની જરૂરીયાત છે, કોટડાપીઠા રોડની બંને બાજૂએ વસેલુ હોય, રોડની સામે કાંઠે બેંકો તથા સ્કુલો હોય, સ્કુલ જતા બાળકો, સીનીયર સીટીજનોએ રોડ ક્રોસ કરવા ખાસ ધ્યાન આપવું પડે છે.

બસ સ્ટેશન પાસે ઢાળ હોય, વાહનો ગતિમાં હોય મોટો અકસ્માત થાય તે પહેલાં તંત્રએ બસ સ્ટેશન પાસે બે જગ્યાએ સ્પીડ બેકર બનાવવા જરૂરી છે. સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા ગામડાનાં પ્રવાસ આવેલ ત્યારે કોટડાપીઠા ગ્રામ પંચાયત દ્વારા લેખીત રજૂઆત થયેલ પરંતુ હજુ કોઇ કાર્યવાહી થયેલ નથી, ખાતાએ તુરંત જ યોગ્ય કરવા માગણી ઉઠી છે. (પ-૭)

(12:00 pm IST)
  • અમદાવાદ :એસ જી હાઇવે પર દૂધ ઢોળવાનો કેસ:સોલા પોલીસે કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી :આ કેસમાં અલ્પેશ ઠાકોરની કથિત સંડોવણીને લઈને આપવામાં આવી નોટીસ access_time 12:45 am IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • ભચાઉ સબજેલમાંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલમાંથી ફરાર:અનેક ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રામજી કોળી જેલની દીવાલ કુદીને થયો ફરાર:કચ્છ ,બનાસકાંઠા ,પાટણ જિલ્લા માં નક્કાબંધી કરી હિસ્ટ્રીશિટર આરોપીને શોધવા પોલીસ તપાસ:આરોપીને શોધવા પોલીસે બનાવી પાંચ ટીમ access_time 11:02 pm IST