Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

'પેકટ' સંસ્થા દ્વારા ડાંગ જિલ્લામાં આદિવાસીઓની વ્હારે લંડનનો પરિવાર

જસદણ : પદ્મનાભમ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (PECT) મઢી દ્વારા ૮જ્રાક સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ અતિ પછાત એવા અંતરિયાળ આદિવાસી વિસ્તારના આહીરપાડા અને ઝરી ગામ ખાતે “GIVE LITTLE HELP A LOT” કાર્યક્રમ યોજાયો.

જેમાં PECT-NGO ના સભ્યો દ્વારા દાતાશ્રી જસુબેન ભગત તથા ઠાકોરભાઈ ભગત (લંડન) અને અન્ય દતાશ્રી દ્વારા ડોનેટ કરેલ વસ્તુઓ ગામના જરૂરિયાતમંદ લોકોને કપડાં, ડ્રેસ, બુટ-ચપ્પલ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ બંને ગામની શાળામાં અભ્યાસ કરતા બાળકોને આંતરિક કેળવણી ખીલવવા માટે સ્કેચપેન, કલર, નોટબુક, પેન, કંપાસ બોકસ, અને સીઝનલ હોસ્ટેલમાં પોતાના માતા-પિતાથી દુર રહીને અભ્યાસ કરતા બાળકોની મુલાકાત લેવામાં આવી હતી અને બાળકોને લંચ ડિસો વગેરે જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ નિમિત્ત્।ે PECT સંસ્થાના ટ્રસ્ટીશ્રી ભાવેશભાઈ વાદ્યેલા, ડો. બ્રિન્દાબેન, વિનોદભાઈ, તેમજ સંસ્થાના સ્વયંસેવકો જૈલેશભાઈ, પ્રીતિબેન, સંદીપ સૂર્યવંશી, રાવીશ સાબલે, મિતેષ ચૌધરી, કેતના આહિરે, અજયભાઈ, ફારૂકભાઈ વગેરે દ્વારા કાર્યક્રમમાં નોંધપાત્ર સેવા નોંધાવી સફળ બનાવ્યો.(૩૭.૪)

(11:59 am IST)
  • આગામી ૬ મહિનામાં અમદાવાદના રોડ પર ૫૦ ઈલેકટ્રીક બસ દોડશેઃ વિજય નહેરા :ફલેગશીપ ફોરેન એન્ડ સિકયોરિટી પોલિસી કોન્ફરન્સમાં access_time 4:07 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST

  • અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 120 એસટી બસ મુકાશે :5,50 કરોડની આવકનો અંદાજ :હાલનું કાયમી બસ સ્ટેન્ડ મેળા દરમિયાન અઠવાડિયું બંધ :પાંચ અન્ય સ્થળે હંગામી બસ સ્ટેન્ડ બનાવી નવ બુથ ઉપરથી એસ,ટી,બસ વિવિધ રૂટ પર દોડાવાશે:રાજ્ય એસ. ટી. નિગમ મા જનરલ મેનેજર નિખીલ બિરવેએ આપી માહીતી access_time 11:01 pm IST