Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

પ્રાચીન ભારતે અદ્દભુત બાબતો સિદ્ધ કરીઃ સંસ્કૃત સત્રનો બીજો'દિ

મોરારીબાપુનાં સાનિધ્યમાં આયોજીત કાર્યક્રમમાં દરરોજ અલગ-અલગ વકતાઓના પ્રવચનઃ કાલે સમાપન

ભાવનગર-કુંઢેલી તા.૧૩: આજના વિજ્ઞાનના મુળમાં પહેલા ઋષિ વિજ્ઞાનના રહસ્યો મહુવામાં શ્રી મોરારીબાપુ પ્રેરિત સત્રમાં વિદ્વાનો રસપ્રદ રીતે ખોલી રહયા છે.શ્રી મોરારીબાપુ પ્રેરિત સંસ્કૃત સત્ર-૨૦૧૮નો આજે મહુવામાં કૈલાસ ગુરૂકુળના જગદ્દગુરૂ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહમાં દીપ પ્રાગટય સાથે પ્રારંભ થયો છે, જેના વિષયમાં ઋષિ વિજ્ઞાન રહેલ છે.બુધવારથી શુક્રવાર દરમિયાન ત્રિદિવસીય સત્રના પ્રારંભે હરિચંદ્રભાઇ જોષીએ ઋષિ અને વિજ્ઞાન સાથેના આ સંસ્કૃત સત્ર વિશે હેતું રજુ કર્યો હતો.

આજે સવારે પ્રારંભના સત્રમાં સવારે સંગોષ્ઠી-૧માં ઋષિ પાણિની અને ભાષા વિજ્ઞાનાં ઉદ્દબોધનમાં વૈદિક ગણિત સાથે ધ્વનિ વિજ્ઞાનની સમજ રજુ કરી હતી.

ઋષિ કોૈટિલ્યના અર્થવિજ્ઞાન અંગે શ્રી સુદર્શન આયંગરે દેશની સંપદાએ કૃષિ, પશુપાલન અને વ્યાપાર હોવાનું કહયું કોૈટિલ્યનું અર્થશાસ્ત્ર ખંડ દર્શન છે.

શ્રી દેવેશ મહેતાએ ઋષિ જૈમિનિ અને યજ્ઞ વિજ્ઞાન બાબતે યજ્ઞમાં માત્ર આહુતિ આપવાનો નહિ પરંતુ સમગ્ર સમાવિષ્ટના કલ્યાણનો ભાવ વર્ણવ્યો. તેમને કહયું કે યજ્ઞએ મહાન કર્મ અને વ્યવસ્થા છે.

સવારની આ સંગોષ્ઠિનું સંચાલન શ્રી વિજય પંડયાએ કર્યું હતું અને પ્રાચીન ભારતે અદ્દભુત બાબતો સિદ્ધ કર્યાનું જણાવ્યું હતું. બપોર પછી સંગોષ્ઠિ-ર માં શ્રી વસંત પરીખના જ્ઞાન અને રમુજ સાથેનાં સંચાલનમાં વકતાઓ સાથે તેમનું ઉમેરણ સારું રહયું.

ઋષિ ચરક અને આયુવિજ્ઞાન સંદર્ભે ઉદ્દબોધનમાં રોગ અને તેની ઉપચાર બાબતે સારો પ્રકાશ પાડયો.

શ્રી વિજય પંડયાએ બાદરાયણ અને અધ્યાત્મ વિજ્ઞાન સંદર્ભે વકતવ્યમાં બાદરાયણ રચિત બ્રહ્મસુત્ર એ ઉપનિષદ આધારિત હોવાનું અને આત્મા તથા બ્રહ્મ સંદર્ભે રજુઆત કરી.

વકતા જી.એમ. પ્રકાશ પાંડેએ ઋષિ કપિલ અને સૃષ્ટિ વિજ્ઞાન અંગે વાત કરતા જણાવ્યું કે કપિલ કહે છે કે કશુક હોય તો જ કશુક હોય છે. તેમણે પ્રકૃતિના તમામ ભાગોને પોતાનો ધ્વનિ હોય છે તેમ કહી બ્રહ્માંડ, પૃથ્વી, નિહારીકા, સૃષ્ટિની રચના અંગે સમજાવ્યું.

સંસ્કૃત સત્ર-૧૮માં ઋષિ વિજ્ઞાન વિષયના આ ઉપક્રમમાં આજના વિજ્ઞાનના મુળમાં પહેલા ઋષિ વિજ્ઞાનના રહસ્યો મહુવામાં વિદ્વાનો રસપ્રદ રીતે ખોલી રહયા છે.(૧.૬)

 

(11:58 am IST)
  • આગામી ૬ મહિનામાં અમદાવાદના રોડ પર ૫૦ ઈલેકટ્રીક બસ દોડશેઃ વિજય નહેરા :ફલેગશીપ ફોરેન એન્ડ સિકયોરિટી પોલિસી કોન્ફરન્સમાં access_time 4:07 pm IST

  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST