Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

સાસણગીરમાં રાષ્ટ્રીય વન શહિદ દિવસ નિમિતે ડો.મોહનરામની ઉપસ્થિતિમાં શ્રધ્ધાંજલી કાર્યક્રમઃ શહિદોનાં પરિવારના હસ્તે વૃક્ષારોપણ

સાસણગીર : રાજસ્થાનમાં જોધપુરના રાજા દ્વારા ખીજડાના વૃક્ષોને કાપવાનું ફરમાન થતા, રાજસ્થાનના ખેરજલી ગામે વિશ્નોઇ આદિજાતિ સમાજના લોકોએ ખીજડાના વૃક્ષોને રાજાના સૈનિકો દ્વારા કાપવા જતા વિરોધ કરતા,સેૈનિકો દ્વારા ૩૬૦ લોકોને ખીજડાના વૃક્ષોને કાપતા બચાવવા પોતાનું બલીદાન આપેલ. સને ૧૯૧૬ સુધીમાં ૧૪૦૦ જેટલા વન વિભાગના કર્મચારીઓએ વન સંપદા અને વન્યજીવ સુરક્ષા દરમ્યાન તેઓનું બલીદાન આપેલ, જે અનુસંધાને આ ગ્રીન વોરીયર્સને યાદ કરવા માટે ભારત સરકાર દ્વારા તા. ૧૧મી સપ્ટેમ્બરને ''રાષ્ટ્રીય વન શહિદ દિવસ'' તરીકે જાહેર કરવામાં આવેલ. આ રાષ્ટ્રિય વન દિવસ વન અને વન્ય પ્રાણી સંરક્ષણ માટે પોતાના જીવની આહુતિ આપી અને શહિદી વહોરી હોય તેવા શહિદોને શ્રધ્ધાંજલી અર્પી તેમને યાદ કરવા માટે છે. જેના અનુસંધાને સાસણ-ગીર ખાતે ડો. મોહન રામ, ભા.વ.સે., નાયબ વન સંરક્ષકશ્રી, વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીરના માર્ગદર્શન હેઠળ સાસણ ખાતે રાષ્ટ્રિય વનશહિદ દિવસે એક શ્રધ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં શહિદોના પરિવાર જનો, વન કર્મીઓ સાસણ ગામનાં આગેવાનો વિગેરે હાજર રહેલ હતા. આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં સ્વ. ધનજીભાઇ ઓ.પોપટ, રેે.ફો.ઓ., સ્વ. શકિતસિંહ વિસાણા, રે.ફો.ઓ., સ્વ. જવેરભારથી, વનપાલ તેમજ સ્વ. ધર્મેન્દ્રભાઇ જે.વાળા, ટ્રેકર્સને યાદ કરી તેમના દ્વારા કરેલ કામગીરી અને વન તેમજ વન્યપ્રાણીનાં સંરક્ષણ માટે વહોરેલ શહિદોને યાદ કરવામાં આવેલ અને તમામ દ્વારા પુષ્પાંજલી દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવેલ. ડો. મોહન રામ સાહેબ દ્વારા વન શહિદો માટે એક શહિદ સ્મારક નિર્માણ કરી, દર વર્ષે આ શહિદ સ્મારક પર રાષ્ટ્રિય વન શદિ દિવસ નિમિતે તમામ સ્ટાફ સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરી તેઓને યાદ કરવામાં આવશે. સુચિત શહિદ સ્મારકનાં સ્થળે શહિદોનાં પરિવારોના હસ્તે એક -એક વૃક્ષનું રોપણ કરયું હતું.(૧.૧૦)

(11:57 am IST)