Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

મેંદરડામાંથી પસાર થતો સ્ટેટ હાઇવે સત્વરે રીપેરીંગ કરવા વ્યાપક લોક માંગ

મેંદરડા તા. ૧૩ :.. શહેરમાંથી પસાર થતો હાઇવે તદન બીસ્માર હાલતમાં છે આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં જાહેર બાંધકામ ખાતાના અધિકારીઓના પેટનું પાણી હલતુ નથી હજારો વાહનો આ રોડ પર પરથી પસાર થાય છે. હજારો માણસો તથા વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે. આ રસ્તો એટલો બીસ્માર હાલતમાં છે કે વારંવાર અકસ્માતો સર્જાય છે.

સરકારી હોસ્પીટલે થી ડીલેવરી અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવતી બહેનોનું ડીલેવરી આ રોડ પર થઇ જાય છે. આના માટે જવાબદાર કોણ ? બસ સ્ટેન્ડની સામેથી લાઇનમાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર પેશ કદમી તથા મેંદરડા ગ્રામ પંચાયતે ગેરકાયદેસર કુદરતી પાણી જવાના માર્ગ પર કેબીનો બનાવી આપેલ છે. તથા વર્ષો જુનુ પાણી જવાનું જે પુલ હતું તે કોઇની પણ મંજૂરી વગર તોડી પાડી માટીથી પુરી દેવામાં આવેલ છે. પરિણામે પાણી સીધા રોડ પર ચડવાથી લાખો રૂ.ના ખર્ચે બનાવેલ રોડ મેંદરડા ગ્રામ પંચાયત તથા જાહેર બાંધકામ ખાતાની બેદરકારીથી હજારો વાહનો તથા મુસાફરો હેરાન પરેશાન થઇ રહેલ છે.

આ અંગેની લેખતી રજૂઆત મેંદરડા તાલુકા પંચાયતના પુર્વ વિરોધ પક્ષના નેતા ડો. જે. બી. પાનસુરીયાએ મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર બાંધકામ મંત્રીશ્રી ત્થા કાર્યપાલક ઇજનેર શ્રી જૂનાગઢને કરીને સત્વરે આ રોડ રીપેર કરી રોડ આસપાસ કરવામાં આવેલ પેશ કદમી દૂર કરવા તથા પુલ ખુલ્લો કરવા લેખિત રજૂઆત કરેલ છે. (પ-૮)

(11:57 am IST)