Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ભાણવડ તાલુકાનું ગૌરવ

 ભાણવડઃ તાલુકાના શિવા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય વિમલભાઇ નકુમની રાજયના શ્રેષ્ઠ શિક્ષકોમાં પસંદગી કરવામાં આવી છે શિક્ષકદિન નિમિતે રાજયપાલના હસ્તે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું.  રાજયભરના કુલ ૩ર શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામ્યા હતા. જેમાં શિવા પ્રાથમિક શાળાના આચાર્યનો પણ સમાવેશ થતાં ભાણવડ તાલુકાનું નામ રોશન કરેલ છે. આ તકે ઉલ્લેખનિય છે કે વિમલભાઇ નકુમ ગત વર્ષે પુ.ભાઇજીના હસ્તે સાંદિપની એવોર્ડ તથા આ વર્ષે પુ.મોરારીબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ પ્રાપ્ત કરી ચુકયા છે. તે પ્રસંગની તસ્વીર.

(11:56 am IST)
  • જેતપુરમાં સાડી ઉદ્યોગો દ્વારા પ્રદુષણનો મુદ્દો:સાડી ઉદ્યોગને ત્રણ માસ માટે મળી રાહત:ડાઈંગ એસોસિએશને લેખિતમાં ખાતરી અપાતા GPCB એ લીધો નિર્ણય:GPCBએ પ્રદુષણની ખામીયો દૂર કરવા ત્રણ માસનો સમય આપ્યો:સાડી ઉદ્યોગોના ક્લોઝર પર GPCB એ ચાલુ કરવાનો હુકમ આપ્યો. access_time 11:02 pm IST

  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST