Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

કોડીનારઃ કરેડા ગામે ૧૦૮એ ઘટના સ્થળે જ પ્રસુતાની ડિલીવરી કરાવી...

કોડીનાર તા.૧૩: કોડીનાર તાલુકાના કરેડા ગામે અંતિયાળ વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફે સમયસુચકતા વાપરી ઘટના સ્થળે જ પ્રસુતાની નોર્મલ ડિલીવરી કરાવી સરાહનીય કામગીરી કરી છે.

આ ઘટનાની વિગત મુજબ કોડીનાર તાલુકાના કરેડા ગામે વાડી વિસ્તારમાં રહેતા ઉષાબેન ભરતભાઇ વાઢેરને પ્રસુતિ નો દુખાવો ઉપડતા મહેશભાઇએ ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોલ કરતા કોડીનાર ૧૦૮ના ઇ.એમ.ટી. તરીકે ફરજ બજાવતા ગીતાબેન ડોડીયા અને પાઇલટ ઉદય ઝણકાટ તરત કરેડા ગામે પહોંચ્યા હતા પરંતુ ઘટનાસ્થળ સુધી એમ્બ્યુલન્સ જઇ શકે તેમ ન હોય અને પ્રસુતાને અતિ દુખાવો થતો હોય પ્રસુતાની તપાસ કરતા પ્રસુતિ ઘટના સ્થળે જ થઇ જાય તેમ હોય ઇ.એમ.ટી. ગીતાબેન ડોડીયા અને પાઇલટ ઉદય ઝણકાટે સ્ટ્રેચર અને જરૂરી મેડિકલ સાધનો ઘટના સ્થળે લઇ જઇ પ્રસુતાની ઘટના સ્થળે જ નોર્મલ ડિલીવરી કરાવતા પ્રસુતાના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

ત્યાર બાદ પ્રસુતા અને નવજાત શિશુને સ્ટ્રેચરમાં લઇ જઇ વધુ સારવાર અર્થે કોડીનાર રા.ના.વાળા હોસ્પિટલે ખસેડી સરાહનીય કામગીરી કરી હતી.(૧.૫)

(11:54 am IST)
  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST

  • પેટ્રોલ - ડિઝલના ભાવવધારા સામે છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્યો - નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા : અનોખો વિરોધ - દેખાવ : પોલીસે રોકયા તો બેરીકેટ્સ હટાવી આગળ વધ્યા : કાર્યકરોની સાથે બળદગાડામાં ભોજન લીધુ access_time 3:44 pm IST

  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST