Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

વેસ્ટન રેલ્વેના જનરલ મેનેજર અનીલકુમાર ગુપ્તાએ ઓખા રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

ઓખા રેલ્વે સ્ટેશનની ઇસપેકશન મુલાકાતે આવેલ વેસ્ટન રેલ્વે જનરલ મેનેજર શ્રી અનીલકુમાર ગુપ્તા સાથે રાજકોટ ડીવીઝનના ડી આર એમ શ્રી નીનાવે સ્પેસ્યલ ટ્રેનથી ઓખા રેલ્વે સ્ટેશને સવારે આવી પહોચ્ચા હતા. અહીં તેમને યુવા કથાકાર ગૌરવભાઇ જોષી તથા ઓખાના વેપારી અગ્રહતયો શ્રી ઇશ્વરલાલ ગોકણી, રમેશભાઇ મજીઠીયા, દિપકભાઇ રવાણી, ઇસુભાઇ પંચમતીયા વિશાલભાઇ પીઠીયાએ દ્વારકાધીશજીના મુમેન્ટો સાથે દ્વારકાની માહીતી પુસ્તીકા અર્પણ કરી શુભેચ્છા સ્વાગત કર્યુ હતું. અને સૌરાષ્ટ્ર મેઇલમાં જનરલ કોચ વધારવા તથા આ મેઇલ છેલ્લા એક વર્ષથી બીજા પ્લેટફોર્મ પર રાખવામાં આવે છે. તેને પ્લેટ ફોર્મ એક પર રાખવા લેખીત રજુઆત કરી હતી. ત્યારે જનરલ મેનેજરે આ અંગે તુરત ધટતુ કરવા અધીકારીઓને સુચન કર્યા હતા. ઓખા સ્ટેશનના એક નંબર પ્લેટફોર્મને વધારીને ૨૬ કોચનુ પ્લેટફાર્મ બનાવવા તથા બે નંબરમાં સુવિધા વધારવા તેમની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પ્રસંગ્રે તેમની સાથે રાજકોટ ડીવીઝનના તમામ ઉચ્ચ અધીકારીઓ પણ હાજર રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ ભરત બારાઇ)(૨૨.૫)

 

(11:54 am IST)